બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ પોલીસ

શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક શ્રી એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારીશ્રી, મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ટેકનોલોજી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) નો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી કરાવવામાં આવી રહી છે.

તા.૦૯/૦૩/૨૦૨૩ ના રોજ એક અરજદાર અત્રેના સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતે આવેલ અને જણાવેલ કે, આજરોજ તા.૦૯/૦૩/૨૦૨૩ ના સવારના ના ક.૧૧/૦૦ થી ક.૧૧/૪૫ વાગ્યા દરમ્યાન તેઓ રેલ્વે સ્ટેશનથી રિક્ષામાં બેસી ગઢડા રોડ જતા રિક્ષામાં બેગ ભૂલી ગયેલ જેમાં કપડા, અગત્યના ડોક્યુમેન્ટ, પુસ્તકો તેમજ અન્ય સામાન આશરે રૂપિયા ૨૫૦૦/- ની કિંમતના હોય અને ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી જથી આ બાબતે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ ત્યારબાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી વાય.એન.ડાભી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી (૧) અના.હે.કો., જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ, (૨) અના.પો.કો., ધર્મેશભાઈ અરવિંદભાઈ જીડીયા, (૩) આર્મ. લોકરક્ષક, સંદીપકુમાર ગીરીશભાઈ રાઠોડ, (૪) આર્મ.પો.કો., શીતલબેન કરશનભાઈ ડાભી, (૫) અના.પો.કો., સોનલબેન બટુકભાઈ ડાભી, (૬) અના.પો.કો., વનિતાબેન રાજેશભાઇ સોનાણી, તથા (૭) અના.પો.કો., કૈલાશબેન વલ્લભભાઈ વેલાણી નાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ તેમજ ITMS સોફ્ટવેરની મદદથી રિક્ષા નો રજી.નં. GJ-33-U-0663 શોધી કાઢી અને રિક્ષાચાલકનો સંપર્ક કરી અરજદારને ભૂલી ગયેલ બેગ પરત અપાવેલ છે.

મુદામાલઃ-
(૧) રિક્ષામાં બેગ ભૂલી ગયેલ જેમાં આશરે રૂપિયા ૨૫૦૦/- કિંમતના કપડા, અગત્યના ડોક્યુમેન્ટ, પુસ્તકો તેમજ અન્ય સામાન પરત અપાવેલ.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.