વસુધૈવ કુટુમ્બકમ G-20 સંમેલનમાં ભારતનો દબદબો - At This Time

વસુધૈવ કુટુમ્બકમ G-20 સંમેલનમાં ભારતનો દબદબો


વસુધૈવ કુટુમ્બકમ G-20 સંમેલનમાં ભારતનો દબદબો

જી-20માં ભારતની અધ્યક્ષતા તમામ સફળ અભિયાનોને વિશ્વ સુધી પહોંચાડવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ

જી-20ની અધ્યક્ષતા થકી 130 કરોડ ભારતીયોની શક્તિ અને સામર્થ્યનું પ્રતિનિધિત્વ

*જી-20* દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ ગુજરાતની
સંસ્કૃતિ, કલા તથા જીવનશૈલીથી થઈ રહ્યાં છે અભિભૂત

આજે ભારત તમામ ક્ષેત્રોના વિકાસમાં અગ્રીમતા પ્રાપ્ત કરી રહ્યું છે. વર્તમાન સમયમાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે. વિવિધ ક્ષેત્રોમાં આપણાં દેશનો અનુભવ વિશ્વને ઘણી રીતે મદદ કરી રહ્યો છે અને જી-20માં ભારતનું પ્રમુખપદ આ તમામ સફળ અભિયાનોને વિશ્વફલક સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે. જી-20 દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, એક્તાનગર અને ધોરડો કચ્છ સહિતના સ્થળોએ બેઠકો થકી રાજ્યની
સંસ્કૃતિ, કલા તથા જીવનશૈલીથી અભિભૂત થઈ રહ્યાં છે.

ભારતે “વન અર્થ, વન હેલ્થ”ના મંત્ર સાથે વૈશ્વિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનું અભિયાન શરૂ કર્યું છે અને હવે જી-20માં પણ દેશનો મંત્ર “વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર” છે. જી-20ની અધ્યક્ષતા થકી આપણો દેશ 130 કરોડ ભારતીયોની શક્તિ અને સામર્થ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. G20 સમીટમાં આપણાં દેશના વિચારોનું, વ્યવહારોનું તેમજ પ્રકૃતિની ઉમદા રીતે રજૂઆત કરવામાં આવી રહી છે જેથી દુનિયાના દેશો એ પથ પર “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવના સાથે આગળ વધી શકે.

જી-20 એ વીસ દેશોનો એક સમૂહ છે જે વિશ્વના 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. જી-20 વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વડાઓનું સંગઠન છે. જેને G-20 અને ગ્રુપ ઓફ ટ્વેન્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.