'છોટી કાશી'માં બોરચોથના તહેવાર નિમિત્તે બહેનો દ્વારા ગૌમાતા-વાછરડીનું પૂજન કરાયું - At This Time

‘છોટી કાશી’માં બોરચોથના તહેવાર નિમિત્તે બહેનો દ્વારા ગૌમાતા-વાછરડીનું પૂજન કરાયું


જામનગર,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારજામનગર શહેરમાં ગઈકાલે શ્રાવણ મહિનાની બોળચોથની બહેનો દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને ગૌમાતાનું પૂજન અર્ચન કરીને પ્રસાદી રૂપે લાડુ ધરવામાં આવ્યા હતા, તેમજ ઘાસચારો અપાયો હતો. અને બોરચોથના પર્વની ઉજવણી કરી હતી.હાલમાં લમ્પિ વાયરસ ચાલી રહ્યો છે, ત્યારે ગૌ માતાને આ રોગમાંથી મુક્તિ મળે તે માટેની પણ બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.