કોંગ્રેસી નેતા કુલદીપ બિશ્નોઈએ ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું - At This Time

કોંગ્રેસી નેતા કુલદીપ બિશ્નોઈએ ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું


ચંડીગઢ, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારહરિયાણા કોંગ્રેસના બળવાખોર નેતા કુલદીપ બિશ્નોઈએ બુધવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે 4 ઓગષ્ટના રોજ ભાજપમાં જોડાશે. તેમણે વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને પોતાનું રાજીનામું સોંપ્યુ છે. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય રેણુકા બિશ્નોઈ, ડેપ્યુટી સ્પીકર રણબીર ગંગવા, ભાજપા ધારાસભ્ય દૂડારામ અને લક્ષ્મણ નાપા હાજર રહ્યા હતા.मुसाफ़िर कल भी था मुसाफ़िर आज भी हूँ,⁰कल अपनों की तलाश में था आज अपनी तलाश में हूँ! सुप्रभात 🙏— Kuldeep Bishnoi (@bishnoikuldeep) August 3, 2022 હુડ્ડાને કર્યો પડકારકુલદીપ બિશ્નોઈએ કહ્યું કે, કોંગ્રેસ હવે પોતાની વાહવાહી કરનારાઓની જ પાર્ટી રહી ગઈ છે. કોંગ્રેસના બધા નિર્ણયો ખોટા પડી રહ્યા છે. કુલદીપે હુડ્ડાના જવાબ પર કટાક્ષ કરતા કહ્યું કે, જે શરીરમાં આત્મા હોય તેનો જ વિરોધ થાય છે મૃતદેહનો વિરોધ કોણ કરશે. મારા ઈડીના બધા કેસ પૂરા થઈ ચૂક્યા છે. 3 વર્ષ પહેલા ઈન્કમ ટેક્ષની નોડિસ આવી હતી અને તેનો હિસાબ આપી ચૂક્યો છું. મે પૂર્વ સીએમ હુડ્ડાની ચેલેન્જ સ્વીકાર કરી અને રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા બાદ કુલદીપ બિશ્નોઈએ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પડકાર કર્યો છે કે, મે પડકારનો સ્વીકાર કરીને રાજીનામું આપી દીધું. હવે હુડ્ડા સાહેબ મારી અથવા મારા પુત્રની વિરુદ્ધ આદમપુરથી ચૂંટણી લડે..એ મારો પડકાર છે. આ પહેલા કુલદીપે ટ્વીટ કરીને કહ્યું કે, 'મુસાફિર કલ ભી થા મુસાફિર આજ ભી હું, કલ અપનો કી તલાશ મે થા, આજ અપની તલાશ મે હું'.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.