સ્કેટ બોર્ડ પર કન્યાકુમારીથી કાશ્મીર જઇ રહેલ યુવકની ટ્રકની અડફેડે મોત - At This Time

સ્કેટ બોર્ડ પર કન્યાકુમારીથી કાશ્મીર જઇ રહેલ યુવકની ટ્રકની અડફેડે મોત


નવી દિલ્હી તા.3 ઓગસ્ટ 2022, બુધવાર  હરિયાણાના પંચકૂલામાં રોડ એક્સિડન્ટમાં સ્કેટબોર્ડ પર સવાર યુવકનું મોત થયું હતું.  કેરળનો રહેવાસી અનસ હજસ પોતાના સ્કેટબોર્ડ પર કન્યાકુમારીથી કાશ્મીર જઈ રહ્યો હતો. આ અકસ્માત 2 ઓગસ્ટના રોજ થયો હતો જ્યારે તે પંચકુલાના પિંજોરથી હિમાચલ પ્રદેશના નાલાગઢ જઈ રહ્યો હતો. ત્યારે અનસને સવારે 7.30 વાગ્યાની આસપાસ પૂર ઝડપે આવી રહેલી ટ્રકે ટક્કર મારતા તેને નજીકની કાલકા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ટક્કર માર્યા બાદ ટ્રક નાસી છૂટ્યો હતોપિંજોર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી રામ કરણે કહ્યું- “તે તેના સ્કેટબોર્ડ પર હતો ત્યારે એક ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી અને ડ્રાઈવર સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે, કેટલાક સ્થાનિક લોકોએ ટ્રકનો નંબર નોંધી લીધો હતો. IPCની કલમ 304A અને 279 હેઠળ FIR નોંધવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે." કોણ છે કેરળના સ્કેટબોર્ડર અનસ હજસ?  31 વર્ષીય અનસ કેરળના તિરુવનંતપુરમના વેંજારામુડુનો રહેવાસી હતો. ત્રણ વર્ષ પહેલા અનસે સ્કેટિંગ બોર્ડ ખરીદ્યું હતું અને ટ્રેનિંગ શરૂ કરી હતી.તેણે 29મેના રોજ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3511 કિલોમીટર લાંબી યાત્રા શરૂ કરી હતી અને 30 જુલાઈના રોજ અનસ હરિયાણા-પંજાબ બોર્ડર પર પહોંચ્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, આ યાત્રા વિશે અપડેટ પણ આપ્યુ હતુ કે, “ હું કાશ્મીરથી માત્ર 600 કિ.મી દુર છુ, કાશ્મીર પહોંચવામાં મને હવે માત્ર 15 દિવસ જ લાગી શકે છે. હું દિવસમાં ફક્ત 40 થી 50 કિમીનું સ્કેટિંગ કરી રહ્યો છું.“


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.