નેન્સી પેલોસી 2008માં ભારત આવીને દલાઈ લામાને મળ્યા ત્યારે પણ રોષે ભરાયું હતું ચીન - At This Time

નેન્સી પેલોસી 2008માં ભારત આવીને દલાઈ લામાને મળ્યા ત્યારે પણ રોષે ભરાયું હતું ચીન


- જોકે નેન્સી પેલોસીએ અગાઉ પણ ચીનની દુઃખતી નસ પર હાથ રાખેલો છે, અગાઉ 1991 અને 2008ના વર્ષમાં તેઓ ચીન માટે પડકારરૂપ બની ચુક્યા છેનવી દિલ્હી, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારઅમેરિકી સીનેટના સ્પીકર નેન્સી પેલોસીનો તાઈવાન પ્રવાસ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. પેલોસીની આ મુલાકાતના કારણે ચીન ભારે રોષે ભરાયું છે. એટલે સુધી કે, ચીનના 21 ફાઈટર પ્લેન પણ તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં ઘૂસી ગયા હતા. ચીનની તમામ ધમકીઓને અવગણીને નેન્સી પેલોસી તાઈવાન પહોંચ્યા છે અને તેમણે તાઈવાનની ધરતી પરથી ચીનને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, તાઈવાનમાં લોકશાહીની રક્ષા માટે અમેરિકા પ્રતિબદ્ધ છે. વધુ વાંચોઃ તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે પેલોસીની મુલાકાત, તાઈવાનની સુરક્ષા માટે અમેરિકા પ્રતિબદ્ધપેલોસીએ કહ્યું હતું કે, વિશ્વમાં લોકશાહી તથા નિરંકુશતા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકા પોતે તાઈવાનને આપેલા વચનોમાંથી પીછેહટ નહીં કરે. નેન્સી પેલોસી દ્વારા તાઈવાનને આપવામાં આવેલું સમર્થન ચીન માટે માથાનો દુઃખાવો બની ગયું છે. જોકે નેન્સી પેલોસીએ અગાઉ પણ ચીનની દુઃખતી નસ પર હાથ રાખેલો છે. અગાઉ 1991 અને 2008ના વર્ષમાં તેઓ ચીન માટે પડકારરૂપ બની ચુક્યા છે. 1991માં બેઈજિંગ ખાતે બેનર ફરકાવ્યુંતેમણે 1991ના વર્ષમાં બેઈજિંગની મુલાકાત લીધી હતી. તે દરમિયાન પેલોસી પોતાના સાથી નેતાઓ તથા રિપોર્ટર્સ સાથે થિયાનમેન સ્ક્વેર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે બેનર ફરકાવ્યું હતું. તે બેનર પર 'To those Who died for democracy in china' લખેલું હતું. મતલબ કે, તેમના માટે જે ચીનમાં લોકશાહી માટે માર્યા ગયા. હકીકતે 1989ના વર્ષમાં કેટલાક વિદ્યાર્થીઓએ લોકશાહીની માંગણી સાથે થિયાનમેન સ્ક્વેર પર પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો અને બુલડોઝર ચલાવી દીધું હતું જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.  ચીનનો વિરોધ અવગણીને દલાઈ લામા સાથે મુલાકાત2008ના વર્ષમાં નેન્સી પેલોસી જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા તે સમયે તેઓ ધર્મશાલા ખાતે તિબેટના ધર્મગુરૂ દલાઈ લામાને મળ્યા હતા. ચીન દલાઈ લામાને પોતાના દુશ્મન માને છે માટે તેણે પેલોસીની મુલાકાતનો ભારે વિરોધ કર્યો હતો. જોકે તેમ છતાં તેઓ 9 સાંસદો સાથે દલાઈ લામાને મળ્યા હતા. ત્યાર બાદ 2017માં પણ પેલોસીએ ભારત આવ્યા ત્યારે દલાઈ લામાની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા તિબેટિયન લોકો, તેમની આસ્થા, સંસ્કૃતિ અને ભાષા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. જાણો કોણ છે નેન્સી પેલોસીનેન્સી પેલોસી અમેરિકી સીનેટના સ્પીકર છે. અમેરિકામાં તે પદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બાદનું ત્રીજું સૌથી મહત્વનું પદ ગણાય છે. પેલોસીની ઉંમર 81 વર્ષની છે અને તેમનો આ ચોથો કાર્યકાળ છે. તેઓ એક રાજકીય પરિવાર સાથે સંકળાયેલા છે અને તેમના પિતા બાલ્ટીમોરના મેયર રહી ચુક્યા છે. તેમણે કોંગ્રેસમાં પણ 5 વખત શહેરનું નેતૃત્વ કર્યું છે. તેમના ભાઈ પણ બાલ્ટીમોરના મેયર રહી ચુક્યા છે. તેઓ 1987ના વર્ષમાં પ્રથમ વખત સાંસદ બન્યા હતા. જ્યોર્જ બુશના શાસન કાળ દરમિયાન 2007માં તેઓ હાઉસ સ્પીકર તરીકે ચૂંટાયા હતા. આ પણ વાંચોઃ નેન્સી પેલોસીના પ્રવાસથી રોષે ભરાયેલા ચીને તાઈવાનને ભીંસમાં લેવા અમુક આયાતો સસ્પેન્ડ કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.