રાષ્ટ્રીય એકતાદિવસ નિમિત્તે એકતાના સંદેશસાથે હિંમતનગરમાં 'એકતા દોડ' યોજાઇ - At This Time

રાષ્ટ્રીય એકતાદિવસ નિમિત્તે એકતાના સંદેશસાથે હિંમતનગરમાં ‘એકતા દોડ’ યોજાઇ


રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતાના સંદેશ સાથે હિંમતનગરમાં 'એકતા દોડ' યોજાઇ
***********
મૌન પાળીને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાગરીકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી
**************
ગુજરાતના પનોતા પુત્ર અને આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના શિલ્પી, રાષ્ટ્રની અખંડિતતા અને એકતાના પર્યાય તથા લોખંડી પુરુષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે એકતા દોડ યોજાઇ હતી.
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 'રાષ્ટ્રીય એકતા દોડ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, શાંતિ, સલામતી અને ભાઈચારાના સંદેશના પ્રસાર માટે યોજાતી 'એકતા દોડ' ની પૂર્વે મૌન પાળીને મોરબીમાં થયેલી દુર્ઘટનામાં અવસાન પામનારા નગરીકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. દોડમાં સહભાગી થયેલા જિલ્લાના અધિકારીશ્રીઓ પોલીસકર્મીઓ, કર્મચારીઓ, નાગરિકો સહિત તમામે બે મિનિટનું મૌન પાળ્યું હતું.
આ પ્રસંગે હિંમતનગર ડી.વાય.એસ.પી. સુશ્રી પાયલ સોમેશ્વેસ્વર અને મામલતદારશ્રી હિંમતનગર દ્રારા લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડ જિલ્લા પોલીસ પરેડ મેદાનથી જૂની સીવીલ ચોક થઈ ફરી પોલીસ પરેડ મેદાન પર 'એકતા દોડ'નું સમાપન થયું હતું.
આ પ્રસંગે આર.પી.આઇ. શ્રી પી.જે.પટેલ, નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી નવનીતભાઇ પટેલ, જિલ્લા વહીવટી તંત્રના અને પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.