મેંદરડા તાલુકા લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતી ની સાદગી પૂર્વક ઉજવાય મોરબી ખાતે જુલતો પુલ ધરાશાઈ થતા અનેક લોકો મોતને ભેટ્યા બાદ લેવાયો નિર્ણય શોભાયાત્રા સહિત કાર્યક્રમો રદ કર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tbdbbhl2zo4spvnc/" left="-10"]

મેંદરડા તાલુકા લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતી ની સાદગી પૂર્વક ઉજવાય મોરબી ખાતે જુલતો પુલ ધરાશાઈ થતા અનેક લોકો મોતને ભેટ્યા બાદ લેવાયો નિર્ણય શોભાયાત્રા સહિત કાર્યક્રમો રદ કર્યા


મેંદરડા તાલુકા રઘુવંશી સમાજ દ્વારા જલારામ બાપાની જન્મજયંતીની સાદગી પૂર્વક ઉજવાય
મોરબી ખાતે જુલતો પુલ એકાએક ધરાસાઈ થતાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે રઘુવંશી સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવેલ
દર વર્ષ જલારામ બાપાની જન્મજયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી મેંદરડા તાલુકા રધુવંશી સમાજ દ્વારા ઉજવાતી હોય છે પણ આ વર્ષે ઉજવણી રદ કરાઈ હતી જેનું મુખ્ય કારણ મોરબી ખાતે જુલતો પુલ એકા એક તૂટી પડતા જેમાં મહિલાઓ પુરુષો બાળકો સહિતના અનેક લોકો મૃત્યુને ભેટ્યા છે ત્યારે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય સહિત તમામ સ્થળોએ શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે રઘુવંશી સમાજ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતી ની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવેલ હતા અને જલારામ મંદિર ખાતે મહા આરતી પૂજા નું આયોજન કરવામાં આવેલ હતું અને મોરબી ખાતે અકસ્માતે મૃત્યુ પામેલા લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી જેમાં લોહાણા સમાજના રતીબાપા નથવાણી,મનુભાઈ કાનાબાર, દિપકભાઈ અભાણી,પપ્પુભાઈ ઉનડકટ,ગટુભાઈ ચાંદ્રાણી,રાજુ વિઠલાણી સહિતના સમાજના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી અને જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મેંદરડા લોહાણા મહાજન વાડી ખાતે બપોરે અને સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં લોહાણા સમાજ ઉપસ્થિત રહી મહાપ્રસાદ ગ્રહણ કરેલ હતો અને સાદગી પૂર્વક જલારામ બાપાની જન્મજયંતી ની ઉજવણી કરાઈ હતી રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]