રાજકોટમાં ઓગસ્‍ટથી ૫૦ ઇલેકટ્રીક બસ દોડશે - At This Time

રાજકોટમાં ઓગસ્‍ટથી ૫૦ ઇલેકટ્રીક બસ દોડશે


રાજકોટ તા.૨૨ : શહેરને પ્રદૂષણમુકત કરવા અને બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવાની યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્‍દ્ર સરકારના સહયોગથી શહેરમાં ઇલેકટ્રીક બસ દોડાવવાની યોજના અમલી બનાવવામાં આવી છે. આ માટે રાજકોટને કુલ ૧૫૦ બસᅠ મંજુર કરવામાં આવેલ છે. જુલાઇ અંત સુધીમાં તબક્કા વાઇઝ વધુ ૫૦ બસ સીટી બસના કેટલાક રૂટ પર ઇલેકટ્રીક બસ દોડવા લાગશે તેમ મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ જણાવ્‍યું હતું.

શ્રી અરોરાએ વિસ્‍તૃત માહિતી આપતા જણાવેલ કે, ઉર્જા બચત અને પ્રદૂષણ નિવારણની અનેક યોજનાઓને રાજકોટ મહાનગરપાલિકાએ સાકાર કરી છે ત્‍યારે હવે ઇલેકટ્રીક બસ દોડાવવાનો પ્રોજેકટᅠ અમલી બન્‍યોᅠ છે. આ માટે સરકારે ૫૦ અને બાદમાં ૧૦૦ ઇ-બસ મંજુર કરાઇ છે. આમ કુલ ૧૫૦ ઇ-બસ મળનાર છે.
આથીᅠ પ્રથમ તબક્કામાં મળેલ ૨૪ પૈકી ૧૮ ઇ-બસને બી.આર.ટી.એસ. રૂટᅠ ઉપર દોડાવવામાં આવી રહી છે. ત્‍યારબાદ તબક્કાવાર જરૂરીયાત મુજબ ઇ-બસોની સંખ્‍યામાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્‍યારે આ ઓગષ્‍ટ મહિનામાં વધુ ૨૫ᅠ ઇલેકટ્રીક બસ શહેરમાં દોડાવવામાં આવશે.
શહેરમાં ઇલેકટ્રીક બસ માટેનો બીજો ડેપો રૈયા વિસ્‍તારમાં બનાવવામાં આવનાર હોવાનું મ્‍યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્‍યુ હતુ. આ માટે ૧૫ હજાર ચો.મી જમીન કલેકટર તંત્ર પાસેથી લેવામાં આવશે. હાલ ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે ઇ-બસનો ચાર્જીંગ પોઇન્‍ટ અને ડેપો બનાવવામાં આવ્‍યો છે. આ ડેપોમાં ૮૦ બસની કેપેસીટી છે. શહેરમાં બીજા ડેપોની જરૂરીયાત ઉભી થાય એટલે આગોતરૂ આયોજન મનપા તંત્ર દ્વારા કરવામાં આવ્‍યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.