ગુજકેટ પરીક્ષા-૨૦૨૪ પરીક્ષા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c9de9eb4oc9ocbbi/" left="-10"]

ગુજકેટ પરીક્ષા-૨૦૨૪ પરીક્ષા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું.


ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને, ૧૯૭૩(સન ૧૯૭૪ નો અધિનિયમ, ક્રમાંક-૨) ની કલમ ૧૪૪ હેઠળની જોગવાઈઓ અન્વયેનું જાહેરનામું.

અરવલ્લી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર આગામી તા. ૩૧/૦૩/૨૦૨૪ના રોજ સવારના ૧૦:૦૦ કલાક થી બપોરના ૧૬.૦૦ કલાક દ૨મ્યાન ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા-૨૦૨૪ લેવાનાર છે. પરીક્ષા સમય દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - ૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.અરવલ્લી, મોડાસા ફોજદારી કાર્યરીતિ અધિનિયમન-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મને મળેલ સત્તાની રૂએ હુકમ કરું છું કે, સદર પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અરવલ્લી જિલ્લાના આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની સીમાથી ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યકિત પરીક્ષા સમય દરમ્યાન મોબાઈલ/સેલ્યુલર ફોન/પેજર/કોર્ડલેસ ફોન/માર્ટ વોચ/ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં. પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રના વિસ્તારમાં પરીક્ષા સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલા
હોય તે સિવાયના ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું નહીં, સુત્રો પોકારવા નહીં કે સરઘરા અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય આ પ્રકારના પદાર્થ લઈ જવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહીં તથા પરીક્ષાના દિવરો વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે તા. ૩૧/૦૩/૨૦૨૪ના રોજ સવારે ૦૯ ૩૦ કલાકથી બપોરે ૧૪,૩૦ કલાક દ૨મ્યાન ખોદકામ કરવું નહી. પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે માઈક/લાઉડ સ્પીકર/મ્યુઝીક વગાડી શકાશે નહી. તથા આ સમય દરમિયાન સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ પરમીશનો આપોઆપ રદ ગણાશે.
અપવાદ:- આ હુકમ નીચેના અધિકારીશ્રીઓને લાગુ પડશે નહિં.
૧) જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અને પરીક્ષા સમિતિના અધિકારીશ્રીઓ તથા પરીક્ષા કામગીરીમાં તેમજ બંદોબસ્તમાં રોકાયેલ સ્ટાફના માણસો.
૨) સબડિવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી મોડાસા તથા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી, મોડાસા જિ.અરવલ્લી,
3) ફ્લાઈંગ સ્કૉવ્ડના તમામ અધિકારીશ્રીઓ.
આદેશનો ભંગ કરી કોઈ વ્યકિત પાસેથી મોબાઈલ/રોલ્યુલર ફોન/પેજર/કોર્ડલેસ ફોન/ સ્માર્ટ વોચ/ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવશે તો સ્થળ ઉપરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે.જે.કે.જેગોડા, જી.એ.એસ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે. હુકમ અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસસબ ઈન્સપેક્ટરથી ઉતરતા દરજ્જાના હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ- ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]