રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે કાર્યક્રમ યોજાયો વૃદ્ધજનો સાથે બેસીને વાતો કરીને તેઓનું દુઃખ હળવું કર્યું - નાસ્તો, ડાયપર વિતરણ અને વૃક્ષારોપણ યોજાયો ગાંધીનગર રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા રાહેલબા વૃદ્ધાશ્રમ (અશક્તાશ્રમ) મગોડી ખાતે એડલ્ટ ડાયપર, નાસ્તો, ફ્રૂટ વિતરણ તેમજ સંસ્થાના વૃદ્ધોના વરદ હસ્તે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ યોજાયેલ. - At This Time

રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે કાર્યક્રમ યોજાયો વૃદ્ધજનો સાથે બેસીને વાતો કરીને તેઓનું દુઃખ હળવું કર્યું – નાસ્તો, ડાયપર વિતરણ અને વૃક્ષારોપણ યોજાયો ગાંધીનગર રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા રાહેલબા વૃદ્ધાશ્રમ (અશક્તાશ્રમ) મગોડી ખાતે એડલ્ટ ડાયપર, નાસ્તો, ફ્રૂટ વિતરણ તેમજ સંસ્થાના વૃદ્ધોના વરદ હસ્તે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ યોજાયેલ.


રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે કાર્યક્રમ યોજાયો
વૃદ્ધજનો સાથે બેસીને વાતો કરીને તેઓનું દુઃખ હળવું કર્યું - નાસ્તો, ડાયપર વિતરણ અને વૃક્ષારોપણ યોજાયો

ગાંધીનગર
રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા રાહેલબા વૃદ્ધાશ્રમ (અશક્તાશ્રમ) મગોડી ખાતે એડલ્ટ ડાયપર, નાસ્તો, ફ્રૂટ વિતરણ તેમજ સંસ્થાના વૃદ્ધોના વરદ હસ્તે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ યોજાયેલ.
સંસ્થાના સંચાલક ઝાલાભાઈ દ્વારા સંસ્થાની માહિતી આપેલ. રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરની પ્રવૃત્તિઓથી સંસ્થા દ્વારા માહિતગાર કરાવવામાં આવેલ. સાથે સાથે  સંસ્થામાં રહેતા વૃદ્ધજનોની સાથે બેસીને સુંદર વાર્તાલાપ કરીને રોટરી ક્લબના સદસ્યોએ આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત તેઓની જરુરીયાત હોવાથી ૧૦૦થી વધારે ડાયપર, મીઠાઈ સાથેનો ઉમદા નાસ્તો, ફ્રૂટ વિગેરે વિતરણની સાથે સાથે વૃદ્ધો દ્વારા આ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.
કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના પ્રમુખ રોટે. શ્રી પાર્થ ઠક્કર, સેક્રેટરી શ્રીમતી કિંજલ ત્રિવેદી, રોટે. શ્રી રાજીવ ભંડારી (પ્રોજેક્ટ ચેરમેન), રોટે. શ્રી અશ્વિન શર્મા, રોટે. શ્રી  ગૌરાંગભાઈ રાવલ, રોટે. શ્રી મુકેશ સરૈયા, રોટે. શ્રી હસમુખભાઈ પટેલ, રોટે. શ્રી  નરેશભાઈ પ્રજાપતિ, રોટે. શ્રી અનિરૂધ્ધભાઈ ઠક્કર, શ્રી રોહિત ત્રિવેદી, શ્રીમતી નિમીષાબેન ઠક્કર, શ્રીમતી મધુબેન પટેલ સહિત અને લોકો ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.