હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું - At This Time

હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું


સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક  હિંમતનગર ખાતે મહિલા અગ્રણી કું. કૌશલ્ય કુંવરબાના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.   

 

       રાષ્ટ્રીય ગ્રામીણ તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકા લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ પ્રકારના મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

    આ પ્રસંગે તાલુકા પ્રમુખ હિંમતનગર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી , નગરપાલિકા સદસ્યો તથા નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી ગણ હાજર રહ્યા હતા.

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.