હળવદ: સગીરા સાથે અડપલા કરી બીભત્સ માંગણી કરતા નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ - At This Time

હળવદ: સગીરા સાથે અડપલા કરી બીભત્સ માંગણી કરતા નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ


અવાર નવાર સગીરાની છેડતી કરી હેરાન કરતો હતો નરાધમ

હળવદ ટાઉનમાં રહેતા પરિવારની ૧૫ વર્ષીય સગીરાનું બાવડું પકડી શારિરીક અડપલા કરી બીભત્સ માંગણી કરતા વાસનાઅંધ નરાધમ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પીડિતાની માતા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શખ્સ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ ટાઉનમાં સગીરાની એકલતાનો લાભ લઇ અનેક વખત નરાધમ શખ્સ સગીરાની છેડતી કરતો હોય જે બાબતે પરિવાર દ્વારા પોતાની દીકરીની બદનામીના ડરને કારણે ફરિયાદ કરવાનું ટાળતા હોય ત્યારે ભવિષ્યમાં પણ આવી રીતે છેડતી અને બીભત્સ માંગણી કરશે તેથી આખરે હિંમત કરી નરાધમ વિરુદ્ધ પીડિતાની માતા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે આરોપી અરજણભાઈ ઉર્ફે અજો જીવરાજભાઈ દેવીપુજક રહે.હળવદ ત્રણ માળીયા તા.હળવદ વાળાએ ગત તા. ૧જાન્યુ. ૨૦૨૪ ના રોજ ભોગ બનનાર સગીર વયની હોવાનુ જાણતો હોવા છતાં સગીરાને બાપા સીતારામની મઢુલીની બાજુમા આવેલ તલાવડીની સામે આવેલ હીરાવાડી પાસે બાવડુ પકડી શારીરીક અડપલા કરી તેમજ બીભત્સ માંગણી કરી છેડતી કરી હતી જે મુજબની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે નરાધમ શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આઇપીસી તથા પોક્સો કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.