સાવરકુંડલા રેતી ચોરી કરતા નવ ઇસમોને વાહનો સહિત કુલ કિં.રૂ.૩૭,૪૯,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.સેત્રુંજી નદીમા રેઇડ પડી શકે છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c2laxexu96p7caul/" left="-10"]

સાવરકુંડલા રેતી ચોરી કરતા નવ ઇસમોને વાહનો સહિત કુલ કિં.રૂ.૩૭,૪૯,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.સેત્રુંજી નદીમા રેઇડ પડી શકે છે.


ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં પસાર થતી નદીઓના પટ્ટમાંથી રેતી ચોરી કરી, પર્યાવરણને નુકશાન કરતાં ઇસમો સામે કાર્યવાહી કરવા, રેતી ચોરી સદંતર બંધ સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતા ઇસમોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૩/૦૭/૨૦રર ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના પાટીયાથી અમરેલી તરફ જતા થોડે આગળ આવેલ શેલ નદીના પુલ નીચે નદીના પટ્ટમાં અમુક ઇસમો લોડર, ડમ્પર અને અન્ય સાધનો વડે રેતીની ચોરી કરતા હોવાની બાતમી મળતાં, બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં લોડર, ડમ્પર તથા રેતી ભરવાના સાધનો દ્વારા ગેરકાયદેસર ખનન અને રેતી ચોરી કરતા કુલ નવ ઇસમોને પકડી પાડી, તેમની સામે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓ

(૧) નિલેશ પ્રતાપભાઇ રાઠોડ, ઉ.વ.૩૦, રહે.વરૂડી તા.જિ.અમરેલી.

(૨) કિરણ કિશોરભાઇ ડાબસરા, ઉ.વ.૨૫, રહે.ફતેપુર, તા.જિ.અમરેલી.

(૩) રાહુલ રાજુભાઇ સીસદાણા, ઉં.વ.૧૯, રહે.ભુવા, તા.સાવરકુંડલા જિ.અમરેલી.

(૪) ચેતન ભરતભાઇ બગડા, ઉ.વ.ર૧, રહે.ઓળીયા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી

(૫) મહેશ ધનાભાઇ વસુનીયા, ઉ.વ.૨૫, રહે. હાલ અમરેલી, ફતેપુર રોડ તા.જિ.અમરેલી મુળ રહે.પાડલવા, તા.રાણાપુર જી.જાંબવા (મધ્યપ્રદેશ)

(૬) બહાદુર અમરૂભાઇ ડાંગર, ઉ.વ.૩૮, રહે.અમરેલી, સંકુલ રોડ, અમુતનગર, શેરી નં-૩ તા.જિ.અમરેલી,

(૭) આકાશ ભુરાભાઇ અજનાર, ઉં.વ.૧૮, રહે.પીપળવા, તા.મોટા લીલીયા, જિ.અમરેલી

(૮) મેહુલ કાળુભાઇ મોલાડીયા, ઉ.વ.૨૫, રહે.રાજસ્થળી, તા.જિ.અમરેલી.

(૯) શક્તિ પ્રદીપભાઇ સોરઠીયા, ઉ.વ.૩૧, રહે.મોટા લીલીયા જિ.અમરેલી,મુળ રહે. ભાવનગર, વિધ્યાનગર, નવી પોલીસ લાઇનની બાજુમા જિ.ભાવનગર

પકડવાના બાકી આરોપીઓ

(૧) ભૌતિક નરેશભાઇ વાણીયા, રહે.મોટા લીલીયા, મુળ રહે. ભાવનગર.

(૨) રમેશ વાઘજીભાઇ મકવાણા, રહે.અમરેલી, રોકડીયાપરા, તા.જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ

લોડર નંગ- ૦૨, કિં.રૂ.૧૨,૨૫,૦૦૦/- તથા ડમ્પર નંગ- ૦૪, કિં.રૂ.૨૦,૮૦,૦૦૦/- તથા રેતી ચાળવાનો ચારણો નંગ-૦૧, કિં.રૂ.૨૦,૦૦૦/- તથા રેતી ટન-૦૬, કિ.રૂ.૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪, કિં.રૂ.૨૧,૦૦૦/ તથા એક મારૂતિ સુઝુકી સ્વીફ્ટ ફોર વ્હીલ કાર રજી. નંબર GJ.10.AC.9420, કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૭,૪૯,૦૦૦/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપી નં. (૪) ચેતનભાઇ ભરતભાઇ બગડા વિરૂધ્ધ નીચે જણાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૧૦/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

(૨) અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૦૧૨૪૦/૨૦૨૦ એમ.વી.એકટ કલમ ૧૮૫ મુજબ.

આરોપી નં. (૬) બહાદુરભાઇ અમરૂભાઇ ડાંગર વિરૂધ્ધ નીચે જણાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

(૧) અમરેલી સીટી પો.સ્ટે. સે. ગુ.ર.નં. ૧૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૨૭૯, એમ.વી.એકટ કલમ ૧૮૫

આરોપી નં. (૮) મેહુલભાઇ કાળુભાઇ મોલાડીયા વિરૂધ્ધ નીચે જણાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

(૧) અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૧૧૨૪૪/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૭૯, MMDR એકટ કલમ ૨૧

પકડવાના બાકી આરોપી નં. (૨) રમેશભાઇ વાઘજીભાઇ મકવાણા વિરૂધ્ધ નીચે જણાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

(૧) અમરેલી રૂરલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૩૪૩/૨૦૧૯, પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી, ૮૧

(૨) અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૧૧૨૨૭/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬

(૨), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]