બોટાદમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં શું થયું ? જાણો આખો અહેવાલ - At This Time

બોટાદમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં શું થયું ? જાણો આખો અહેવાલ


બોટાદમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં શું થયું ? જાણો આખો અહેવાલ

19થી 25 ડિસેમ્બર સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા અધિક કલેક્ટર
બોટાદ ખાતે નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમારનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ડિસેમ્બર મહિનાની જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં નિવાસી અધિક કલેક્ટર એ જિલ્લામાં માર્ગ વિકાસ, બસ વ્યવસ્થા સહિતના વિભાગોને લગતા પ્રશ્નો સાંભળી તેમનું તાકિદે નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. બોટાદ જિલ્લામાં આગામી તા. 19 થી 25 ડિસેમ્બર દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી થવાની છે, જે અન્વયે નિવાસી અધિક કલેક્ટર એ અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ વિરાણીએ વિવિધ લોકપ્રશ્નો રજૂ કર્યા હતાં. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પણ આ ચર્ચામાં ભાગ લઇ જનતાના પ્રશ્નોને અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા. આ બેઠકમાં વિવિધ વિભાગોનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Report By Ashraf Jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.