હળવદના ખેતરડી ગામના રહેણાંક મકાનમાંથી ૩૦૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bswkbuqhqayd3fmx/" left="-10"]

હળવદના ખેતરડી ગામના રહેણાંક મકાનમાંથી ૩૦૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


હળવદ તાલુકાના ખેતરડી ગામના રહેણાંક મકાનમાં દારૂનો મોટો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦૦ બોટલનો જથ્થો જપ્ત કરી દારૂ, મોબાઈલ સહીત કુલ રૂ ૧.૩૩ લાખની મત્તા સાથે એક ઈસમને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખેતરડી ગામે રહેતા સુરેશ જવાભાઇ દેકાવાડીયા નામનો ઇસમ પોતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં મકાનમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની પેટી નંગ ૨૫ દારૂની કુલ બોટલ નંગ ૩૦૦ કિંત રૂ ૧,૨૮,૧૬૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧,૩૩,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો

તેમજ આરોપી સુરેશ જવાભાઇ દેકાવાડીયા (ઉ.વ.૩૫) રહે ખેતરડી વાળાને ઝડપી લીધો હતો તો અન્ય આરોપી પ્રવીણસિંહ જીલુભા ઝાલા રહે નાડધ્રી તા. મુળી સુરેન્દ્રનગર જીલ્લા વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]