બરવાળા ગામના કુલદિપસિંહ હેમુભા સિંધવને ભારતીય બનાવટનો ઇંગ્લિસ દારૂ બોટલો નંગ – ૦૫ કિ.રૂ.૨૨૨૫/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી બરવાળા પોલીસ ટીમ - At This Time

બરવાળા ગામના કુલદિપસિંહ હેમુભા સિંધવને ભારતીય બનાવટનો ઇંગ્લિસ દારૂ બોટલો નંગ – ૦૫ કિ.રૂ.૨૨૨૫/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી બરવાળા પોલીસ ટીમ


બરવાળા પો.સ્ટે.ના પો.સ.ઈ., એસ.જી.સરવૈયા પોલીસ સ્ટાફ એ.એસ.આઇ. શક્તિસિંહ તખુભા બને ૬૩૬ તથા અ.પો.કો.રાજેંદ્રસિંહ ગોવિંદસિંહ બનં ૫૩૧ તથા અગરસંગભાઇ પ્રતાપભાઈ બને ૭૬૦ તથા પી.સી.આર. ઇન્ચાર્જ આ.હે.કોન્સ. અજીતભાઇ રણજીતભાઇ બ.નં.૧૪૩ તથા ડ્રા.હે.કોન્સ. સુરેશભાઇ મનુભાઇ બને ૧૮૦ તથા ડ્રા.એ.એસ.આઇ. વનરાજસિંહ શિવુભા બને ૪૫ વિગેરે ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પી.સી.આર.ઇન્ચાર્જ અજીતભાઇ રણજીતભાઇ નાઓને ચોક્કસ બાતમીરાહે હકીકત મળેલ કે કુલદિપસિંહ હેમુભા સિંધવ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ કરવા સારૂ લાવી પોતાના મિત્ર યુવરાજસિંહ મહાવીરસિંહ ઝાલા રહે બરવાળા, ખારા વાળાના રહેણાંક મકાને સંતાડી રાખી વેચાણ કરતા હોય જે મળેલ હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિસ દારૂની બોટલો નંગ-૦૫ કિં.રૂ. ૨૨૨૫/- ના મુદામાલ સાથે આરોપી કુલદિપસિંહ હેમુભા સિંધવ હાજર મળી આવી તેમજ આરોપી યુવરાજસિંહ મહાવીરસિંહ ઝાલા નાઓ હાજર મળી આવેલ નહી જે પ્રોહી અંગે કરેલ રેઇડ અંગે બરવાળા પો.સ્ટે.પ્રોહી એકટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની વઘુ તપાસ અ.હે.કોન્સ.જે.વી,ગોહિલ, બરવાળા પો.સ્ટે. નાઓ ચલાવી રહ્યા છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.