માળીયા હાટીના તાલુકાના ગડુ , ચોરવાડ , કુકસવાળા સહિત આજુબાજુ વિસ્તારમાં અવિરત ધોધમાર વરસાદ પડતા મેઘલ નદી ના પટ માં મેઘલ ભરતી ડેમ ઓવરફ્લો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/blr6eeswlucb5erg/" left="-10"]

માળીયા હાટીના તાલુકાના ગડુ , ચોરવાડ , કુકસવાળા સહિત આજુબાજુ વિસ્તારમાં અવિરત ધોધમાર વરસાદ પડતા મેઘલ નદી ના પટ માં મેઘલ ભરતી ડેમ ઓવરફ્લો


માળીયા હાટીના તાલુકાના ગડુ , ચોરવાડ , કુકસવાળા સહિત આજુબાજુ વિસ્તારમાં અવિરત ધોધમાર વરસાદ પડતા મેઘલ નદી ના પટ માં મેઘલ ભરતી ડેમ માં નવા નિરથી મેઘલ ભરતી ડેમ ઓવર ફ્લો થતા લોકો માં અને જગતના તાત માં ભારે ખુશી નો માહોલ છવાયો

ભારી વરસાદ ને કારણે ચોરવાડના નીચાણ વાળા અમુક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ચોરવાડ શહેર ભાજપ પ્રમુખશ્રી મંથનભાઈ ડાભી સહિત તેમની ટિમ દ્વારા જાણ થતાં તેઓશ્રી દ્રારા તાત્કાલિક JCB મશીન દ્વારા પાણીનો નિકાલ કરાવવામાં આવ્યો...

હાલ માળીયા હાટીના માં વહેલી સવાર થી બપોર ના બાર વાગ્યા સુધી 39 મિમી વરસાદ પડ્યો આમ માળીયા હાટીના નો સિઝન નો કુલ 285 મિમી વરસાદ નોંધાયો છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]