રાજસ્થાનના એક બિઝનેસ ગ્રુપનું 150 કરોડનું કાળું નાણું પકડાયું - At This Time

રાજસ્થાનના એક બિઝનેસ ગ્રુપનું 150 કરોડનું કાળું નાણું પકડાયું


- જયપુર, કોટામાં 35થી વધુ સંકુલોમાં આઇટીના દરોડા- રૂ. 11 કરોડથી વધુની સંપત્તિ જપ્ત : ગ્રાહકો પાસેથી રોકડ રકમમાંથી ઉંચા વ્યાદ દરે રોકડ લોન અપાતી હતીનવી દિલ્હી : આવકવેરા વિભાગે જેમ્સ-જ્વેલરી, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલ જયપુર સ્થિત ગ્રુપમાં દરોડા પાડીને આવકવેરા વિભાગે ૧૫૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડી પાડયું છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.સીબીડીટી દ્વારા આ ગ્રુપનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આવકવેરા વિભાગ દ્વારા આ બિઝનેસ ગ્રુપના ત્રણ ડઝનથી વધુ સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા જયપુર અને કોટા જિલ્લાઓમાં પાડવામાં આવ્યા હતાં.  આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં આ ગ્રુપની કુલ ૧૧ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે સીબીડીટી આવકવેરા વિભાગ માટે નિર્ણય લેતી ઉચ્ચ સંસ્થા છે. આવકવેરા વિભાગે આરોપ મૂક્યો છે કે આ ગ્રુપ ગ્રાહકો પાસેથી રોકડ રકમ લેતું હતું અને તેની નોંધ નાઁણાકીય ચોપડામાં કરવામાં આવતી ન હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગ્રુપ દ્વારા ૧૫૦ કરોડ રૂપિયાથી વધુ કાળા નાણાનું સર્જન કર્યુ છે. ગ્રાહકો પાસેથી મળતી રોકડ રકમમાંથી લોકોને રોકડમાં લોન આપવામાં આવતી હતી અને તેના પર ઉંચા દરે વ્યાજ વસુલ કરવામાં આવતું હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.