કોઝિકોડમાં અભૂતપૂર્વ ભીડ ઉમટતાં થલ્લુમાલાનું પ્રમોશન કેન્સલ કરવું પડયું - At This Time

કોઝિકોડમાં અભૂતપૂર્વ ભીડ ઉમટતાં થલ્લુમાલાનું પ્રમોશન કેન્સલ કરવું પડયું


કેરળના કોઝિકોડ શહેરના એક મોલમાં મલયાલમ ફિલ્મ થલ્લુમાલાનું પ્રમોશન યોજાયું હતું. અભૂતપૂર્વ ભીડ ઉમટી પડતાં પ્રમોશનની ઈવેન્ટ અધવચ્ચેથી પડતી મૂકવાની ફરજ પડી હતી. આ ફિલ્મ રીલિઝ થાય થાય તે પહેલાં જ કેરળમાં તેનો જબરો ક્રેઝ જામ્યો છે.કેરળના કોઝિકોડ શહેરમાં આવેલા હાઈલાઈટ મોલમાં થલ્લુમાલા નામની મલયાલમ ફિલ્મનું પ્રમોશન યોજાયું હતું. ફિલ્મના સ્ટાર્સ ટોવિનો થૉમસ અને કલ્યાણી પ્રિયદર્શનની એક ઝલક જોવા માટે લોકોએ પડાપડી કરી હતી. લાખોની ભીડ ઉમટી પડયા બાદ પ્રમોશનની ઈવેન્ટને અધવચ્ચેથી આટોપી લેવી પડી હતી. એક્ટર ટોવિનો થૉમસે કેટલાક ફેન્સ સાથે થોડીક વાતચીત કરી હતી, પરંતુ એ પછી ભીડ બેકાબૂ બનવા લાગતા સુરક્ષાના કારણોથી આ નિર્ણય લેવાયો હતો. અભિનેતા ટોવિનો થૉમસે આ ઈવેન્ટમાં ઉમટી પડેલી ભીડનો વીડિયો અને ફોટો ટ્વીટરમાં શેર કર્યો હતો અને આવો અભૂતપૂર્વ પ્રેમ આપવા બદલ કોઝિકોડના ચાહકોનો આભાર માન્યો હતો. ઈવેન્ટમાં આવવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં આસપાસના રસ્તા જામ થઈ ગયા હતા. હાઈવે પર નવો બનેલો ફ્લાયઓવર બંધ કરવાની ટ્રાફિક પોલીસને ફરજ પડી હતી. અસંખ્ય લોકો હાઈવે પર આ લાંબા ટ્રાફિક જામના કારણે ફસાઈ ગયા હતા.  ઈવેન્ટ હવે પછી મર્યાદિત સંખ્યામાં ચાહકોની હાજરીમાં યોજાશે એવી પણ જાહેરાત થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.