રાજસ્થાનના રાજકરણમાં નવી રાજરમતની તૈયારી : BJP પ્રમુખ સતીશ પુનિયાની આ નેતા સાથે બંધ બારણે બેઠક - At This Time

રાજસ્થાનના રાજકરણમાં નવી રાજરમતની તૈયારી : BJP પ્રમુખ સતીશ પુનિયાની આ નેતા સાથે બંધ બારણે બેઠક


- બીજેપી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અહીં રાજપૂત સમાજની નારાજગીનો સામનો કર્યા બાદ હવે ફરીથી પોતાના પરંપરાગત વોટ બેંકોને પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કરી રહી છેબાડમેર, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારબીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા (Satish Poonia)ની બાડમેર પ્રવાસ દરમિયાન તેમની ક્ષત્રિય યુવક સંઘના સંરક્ષક ભગવાન સિંહ રોલસાહબસર (Bhagwan Singh Rolsahabsar) સાથે થયેલી મુકાત બાદ પશ્ચિમી રાજસ્થાનના રાજકારણમાં રાજરમતની તૈયારી થવા લાગી છે. પૂનિયાએ મંગળવારે રાત્રે બંધ બારણે લગભગ 30 મિનિટથી વધુ સમય સુધી રોલસાહબસર સાથે બેઠક કરી હતી. પશ્ચિમી રાજસ્થાનનો સતીશ પૂનિયાનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભગવાન સિંહ રોલસાહબર સાથે મુલાકાત બાદ સતીશ પૂનિયા ખૂબ જ પ્રસન્ન નજર આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ પશ્ચિમ રાજસ્થાનની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બાડમેર અને જેસલમેરમાં કાર્યકરોની સંગઠનાત્મક બેઠકો કરીને જમીની સ્તરીય પ્રતિભાવો લીધા હતા. પૂનિયા મંગળવારે બાડમેરમાં બેઠક બાદ તરત જ પોતાના બધા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો છોડીને અચાનક શ્રી ક્ષત્રિય યુવક સંઘના સંરક્ષક ભગવાન સિંહ રોલસાહબસર સાથે મુલાકાત કરવા માટે આલોક સદન પહોચ્યા હતા. બંને સાથે બંધ બારણે શું વાતચીત થઈ તેનો હજુ સુધી કોઈ ખુલાસો નથી થયો.આ મુલાકાત એ વાતનો સંકેત આપી રહી છે કે,  શક્ય છે કે, આગામી જિલ્લા અધ્યક્ષ રાજપૂત સમાજમાંથી હોઈ શકે છે. બીજેપી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અહીં રાજપૂત સમાજની નારાજગીનો સામનો કર્યા બાદ હવે ફરીથી પોતાના પરંપરાગત વોટ બેંકોને પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. બાડમેર બેઠક પર સતત ત્રણ વખત હારનો સામનો કરી ચૂકેલી બીજેપી આ જીતનો દાવો કરી રહી છે. પૂનિયા અને રોલસાહબસરની મુલાકાત શું રંગ લાવશે તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ આ મુલાકાત બાદ રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.