વિરપુર - At This Time

વિરપુર


વિરપુરના ખાટા ગામના યુવાનનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો...

યુવાન ત્રણ દિવસથી ગુમ થયો હતો...

વિરપુર તાલુકાના ખાટા ગામના ૨૨ વર્ષના આશાસ્પદ યુવાનનો મૃત હાલતમા કુવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ખાટા ગામના કૂવા મા કોઈ મૃત દેહ દેખાઈ રહ્યા ની વાત વાયુ વેગે પ્રસરતા બે દિવસ અગાઉ ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ હર્ષ ના પરીવારને જાણ થતાં પરીવાર ધટના સ્થળે દોડી આવી જોતા તેમનો લાડકવાયો દીકરો હોવાનું દેખાઈ આવતા ઘટના સ્થળે રોકકળ મચાવી હતી જુવાનજોધ દીકરા મૃતદેહ જોઈને પરીવાર પર આભ તુટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી નાના એવા ગામ માં સૌકોઈ ચોકી ઉઠ્યા હત પ્રાપ્ત વિગતો અનુસાર વિરપુર તાલુકાના ખાટા ગામના યોગેશભાઈ પટેલનો પુત્ર હર્ષ પટેલ તારીખ ૮/૩/૨૩ અગમ્ય કારણોસર ગુમ થઈ ગયો હતો જે બાબતની વિરપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરીયાદ પરીવાર દ્રારા નોંધાવી હતી ત્યારે આ ધટનાને લઈને પરીવાર ગામ સમાજ અને સગા સંબંધીઓ એ હર્ષને શોધવા ખુબ ધમપછાડા કર્યા હતા પણ હર્ષ પટેલનો કોઈ જ પત્તો ન મળ્યો હતો જ્યારે આ વાતને ત્રણ ચાર દિવસ નો સમય વીત્યા બાદ એજ ખાટા ગામના અંબાલાલ હરીભાઈ પટેલના કુવામાં હર્ષનો મૃતદેહ મળી આવતાં ખાટા અને આજુબાજુ ના વિસ્તારમાં ખળભળાટ મચી લોકો શોકમગ્ન બની જવા પામ્યા છે
રિપોર્ટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon