ધ્રાંગધ્રા શહેર ખાતે ભાજપના કેન્દ્રીય મંત્રીની સભાનું આયોજન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bg1htw35bzjth3iu/" left="-10"]

ધ્રાંગધ્રા શહેર ખાતે ભાજપના કેન્દ્રીય મંત્રીની સભાનું આયોજન.


ધ્રાંગધ્રા: રાજ્યની ૧૮૨ વિધાનસભાની પ્રથમ તબક્કાના મતદાનના ચુંટણી પ્રચારના પડઘમ વાગી ચુક્યા છે અને ત્રણેય રાજકીય પક્ષો પોત પોતાના ઉમેદવારને જીતાડવા એડી-ચોટીનુ જોર લગાવી પક્ષના સ્ટ્રાર પ્રચારકો દ્વારા સભા ઉજવવાનું શરુ કરી દીધુ છે તેવામાં ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના સમઁથનમા આવતી કાલે ઉજાઁવાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરની જાહેર સભાનું આયોજન કરવામા આવ્યુ છે. ધ્રાંગધ્રા શહેરની મધ્યસ્થ કાયાઁલય જુના પાવર હાઉસ ખાતે આ સભાનું આયોજન કરવામા આવ્યુ છે ૧૮ નવેમ્બરના રોજ ભાજપની આ સભામાં કેન્દ્રીય ઉજાઁવાન મંત્રી નરેન્દ્રસિંહ તોમર સહિત અનેક પ્રદેશ ભાજપના આગેવાનો પણ સભામાં ઉપસ્થિત રહેવાનુ ભાજપના સ્થાનિક આગેવાનોએ જણાવ્યુ હતુ. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]