ગારીયાધાર અને પાલીતાણા વિધાનસભા બેઠકના ચૂંટણીના કેન્દ્રીય સામાન્ય નિરીક્ષક દ્વારા બંને બેઠકની ચૂંટણીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું - At This Time

ગારીયાધાર અને પાલીતાણા વિધાનસભા બેઠકના ચૂંટણીના કેન્દ્રીય સામાન્ય નિરીક્ષક દ્વારા બંને બેઠકની ચૂંટણીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું


ગારીયાધાર અને પાલીતાણા વિધાનસભા બેઠકના ચૂંટણીના કેન્દ્રીય સામાન્ય નિરીક્ષક દ્વારા બંને બેઠકની ચૂંટણીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું

૧૦૧ ગારીયાધાર અને ૧૦૨ પાલીતાણા વિધાનસભા બેઠકની ચૂંટણીના કેન્દ્રીય સામાન્ય નિરીક્ષકશ્રી સુધાંશુ મોહન સમલ દ્વારા બંને બેઠકની ચૂંટણીની કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨, ૧૦૧-ગારીયાધાર વિધાનસભાની મતવિસ્તાર અને ૧૦૨- પાલીતાણા વિધાનસભા મતવિસ્તાર માટે ચૂંટણી પંચ દ્વારા નિમણૂક થયેલ સામાન્ય નિરીક્ષક શ્રી સુધાંશુ મોહન સમલ દ્વારા આજરોજ ચૂંટણી નિરીક્ષક પાલીતાણા સાથે ચર્ચા કરી અને ઉમેદવારી પત્રો ચકાસણી અન્વયે ઉમેદવારો સાથેની બેઠકમાં હાજરી આપી ચૂંટણીની કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ઉમેદવારી પત્રો ચકાસણીના અંતે માન્ય ઉમેદવારી પત્રોની વિગતોનું નિરીક્ષણ થયેલ આ ઉપરાંત પાલિતાણા ચૂંટણી અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવી અને ગારીયાધાર ચૂંટણી અધિકારીશ્રી આર. એસ. લાવડીયા સાથે ચૂંટણી વ્યવસ્થા કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી તેમજ સામાન્ય નિરીક્ષક દ્વારા આ અંગે વિગતો મેળવવામાં આવી હતી.

સામાન્ય નિરીક્ષકશ્રી સુધાંશુ મોહન સમલ દ્વારા ઇવીએમ, વીવીપેટ, સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી સ્ટોર કરવામાં આવેલ છે તેની રૂબરૂ મુલાકાત લઇ સ્ટ્રોંગ રૂમની તમામ સલામતીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

રીપોટર-અશોક ચૌહાણ

જેસર-ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon