ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨


બોટાદ જિલ્લાની બે બેઠકો માટે હવે ૧૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં

૧૦૬-ગઢડા મતદાર વિભાગમાં કુલ ૧ અને ૧૦૭-બોટાદ મતદાર વિભાગમાં કુલ ૬ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા

બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે ૧૦૬-ગઢડા મતદાર વિભાગમાં કુલ ૧ અને ૧૦૭-બોટાદ મતદાર વિભાગમાં કુલ ૬ ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે જિલ્લાની બે બેઠકો ઉપર કુલ-૧૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યાં છે.
જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ ૧૦૬-ગઢડા વિધાનસભા બેઠક ઉપર ૦૫ (પાંચ ) ઉમેદવારો અને ૧૦૭-બોટાદ વિધાનસભા બેઠક ઉપર ૧૪ ઉમેદવારો મળી જિલ્‍લાની બે બેઠકો ઉપર કુલ-૧૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યાં છે. જેની વિગત નીચે મુજબ છે.
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ સાથેનું જોડાણ
૧૦૬ – ગઢડા (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ
૧ જગદીશકુમાર મોતીલાલ ચાવડા ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ
૨ મહંત શંભુનાથ ટુંડિયા ભારતીય જનતા પાર્ટી
૩ સોલંકી બાબુભાઇ ખીમજીભાઇ બહુજન સમાજ પાર્ટી
૪ પરમાર રમેશભાઇ પરભુભાઇ આમ આદમી પાર્ટી
૫ રાજેશભાઇ પોલાભાઇ પરમાર ભારતીય ટ્રાયબલ પાર્ટી
૧૦૭ – બોટાદ વિધાનસભા મતદાર વિભાગ
૧ ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ વિરાણી ભારતીય જનતા પાર્ટી
૨ ચૌહાણ મુળશંકરભાઈ રઘુરામભાઈ બહુજન સમાજ પાર્ટી
૩ મનહરભાઈ નાગજીભાઈ પટેલ ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ
૪ ચૌહાણ કમલેશભાઈ અરજણભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી
૫ ધાધલ અમિરાજસિંહ જગુભાઈ પ્રજા વિજય પક્ષ
૬ મકવાણા ઉમેશભાઈ નારણભાઈ આમ આદમી પાર્ટી
૭ મોરડીયા નીતેશભાઈ પુરુશોતમભાઈ રાઈટ ટુ રિકોલ પાર્ટી
૮ અલ્પાબાળા દિલીપકુમાર સાબવા અપક્ષ
૯ ખંભાળીયા કિશોરભાઈ રમણીકભાઈ અપક્ષ
૧૦ ચૌહાણ ચંપાબેન ઝવેરભાઈ અપક્ષ
૧૧ પટેલ સંજયભાઈ જાદવભાઈ અપક્ષ
૧૨ બાવળીયા જયેશભાઈ ભગવાનભાઈ અપક્ષ
૧૩ મીઠાપરા મુકેશકુમાર બાબુભાઈ અપક્ષ
૧૪ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસાણીયા અપક્ષ

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.