સર્વ જીવો પ્રત્યે કરુણા, દયા, મૈત્રીભાવ, પ્રેમથી વર્તી, ધર્મમય અમૃતનું પાલન કરનાર ભક્ત દ્વારા તા.૦૭મી માર્ચે 'કીડીને કણ અને હાથીને મણ' સેવાયજ્ઞ યોજાશે* - At This Time

સર્વ જીવો પ્રત્યે કરુણા, દયા, મૈત્રીભાવ, પ્રેમથી વર્તી, ધર્મમય અમૃતનું પાલન કરનાર ભક્ત દ્વારા તા.૦૭મી માર્ચે ‘કીડીને કણ અને હાથીને મણ’ સેવાયજ્ઞ યોજાશે*


◼️ થાનગઢ: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કર્મનો સિદ્ધાંત 'સેવાયજ્ઞ' અંતર્ગત પ્રત્યેક અગિયારના દિવસે કીડીને કીડીયારુ પુરવા માટે "સેવાયજ્ઞ" યોજાય છે. તા. ૦૭મી માર્ચે ગુરૂવારે કીડીયારું ભરેલા નાળિયેર વાગડીયા તથા ચોરવીરા વિસ્તારમાં મૂકવા જવા માટે વિરાટનગર પરિવારની સેવાભાવી બહેનોએ તથા અન્ય સેવકો સર્વેના સાથ, સહકાર અને સહયોગથી કીડીયારું ભરેલા નાળિયેરની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. હુંફ, લાગણી... શાંતિ.... સલામતિ... સંપ... પ્રેમ... ઐક્ય... પ્રસન્નતાથી મઘમઘતા ઉદ્યાન સમા ''માનવતા'' ફોર્યા કરતી હોય, આંગણું બધું જ ભાવથી ભર્યું ભર્યું હોય... જ્યાં સંસ્કારનાં ધ્વનિ રણકતો હોય ત્યારે આવાં પરમાર્થી કાર્યક્રમ સૌને માટે દીવાદાંડી બની જાય છે. સાંપ્રત સમયમાં પણ માનવતા ધર્મથી શોભતાં થાનગઢના મૂક્સેવક બની જરા પણ બાહ્ય દેખાવ કર્યા વિના યથાશક્તિ 'સેવાયજ્ઞ' સતત કર્યા જ કરે છે. જીવન જીવતાં આવડે તો જીવનમાં લહેર છે. જીવતાં ન આવડે તો ઝેર છે.

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.