આઇસર દુકાન આગળથી આગળ હટાવા કહેતા ઉશ્કેરાઈ જઈ ત્રણ જેટલા માથાભારે ઈસમો દ્વારા હથિયારો વડે હુમલો - At This Time

આઇસર દુકાન આગળથી આગળ હટાવા કહેતા ઉશ્કેરાઈ જઈ ત્રણ જેટલા માથાભારે ઈસમો દ્વારા હથિયારો વડે હુમલો


ગોધરા શહેરના અમદાવાદ હાઇવે પાસે આવેલ સીમલા રોડ ઉપર એક આર્ટની દુકાનની સામે આઇસર હટાવવાની બાબતે ત્રણ જેટલા માથાભારે શખ્સઓ મારક હથિયારો સાથે ઘસી આવી અને દુકાનમાં કામ કરી રહેલા બંને ભાઈઓ પર હથિયારો વડે ઉપરા છાપરી જીવલેણ હુમલો કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.જ્યારે ગંભીર રીતે ગવાયેલા બંને ભાઈઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને સમગ્ર ઘટનાને લઈને ઇજાગ્રસ્ત બંને ભાઈઓએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે.જેને લઇને ગોધરા બી ડિવિઝન પોલીસ એ સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગોધરા શહેરના અમદાવાદ હાઈવે રોડ ઉપર સીમલા ગેરેજ રોડ આવેલ છે જ્યાં મહેન્દ્ર કાચ વાલા ની બાજુમાં આર.કે આર્ટ નામની દુકાન આવેલી છે જ્યાં એક આઇસર ગાડીનો ચાલક પોતાનો આઇસર દુકાનની વચ્ચોવચ આડી કરી દીધી હતી. જેથી દુકાનમાં કામ કરી રહેલા રમેશભાઈ કાલિદાસ પરમાર અને તેમના નાનાભાઈ ધર્મેન્દ્રભાઈ કાલિદાસ પરમાર એ દુકાનની સામેથી આઇસર ને હટાવવા માટે કહ્યું હતું પરંતુ માથાભારે આઇસર ચાલક પોતાની આઇસર દુકાન ઉપરથી હટાવી નહીં અને ખરાબ ખોટી ગાળો બોલી અને જાતિ અપમાનિત કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા.

જ્યારે દુકાનમાં કામ કરી રહેલા બંને ભાઈઓએ કહ્યું કે ભાઈ આમ ઝઘડો ના કરો અને તમારી આઇસર હટાવી લો ત્યારબાદ આઇસર ચાલક પોતાની આઇસર હટાવી લઇ ચાલ્યા ગયા હતા. અને ત્યારબાદ 20 મિનિટ પછી ત્રણ જેટલા માથાભારે ઈસમો બાઈક ઉપર મોઢા ઉપર નકાબ બાંધી અને હાથમાં ટોમી, તલવાર, કાતર, લોખંડની પાઇપ સાથે દુકાનમાં ઘસી આવ્યા હતા. જ્યાં દુકાનની બહાર રમેશભાઈ પરમાર અને ધર્મેન્દ્રભાઈ પરમાર કામ કરતા હતા ત્યારે ત્રણેય માથાભારે શખ્સ એ બંને ભાઈ ઉપર ઉપરા છાપરી મારક હથિયારો વડે હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધા હતા. એટલામાં આજુબાજુમાં કામ કરી રહેલા દુકાનદારો દોડી આવી બંને ભાઈઓને બચાવવાની કોશિશ કરીએ હતી.જ્યારે સમગ્ર ઘટનાને લઈને આજુબાજુના દુકાનદારોએ તાત્કાલિક ગોધરા સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ ઉપર આવે તે પહેલા માથાભારે શખ્સ ઘટના સ્થળ ઉપરથી નાશી છૂટ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે ગંભીર રીતે ગવાયેલા બંને ભાઈઓને તાત્કાલિક પ્રાઇવેટ સાધન દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈને રમેશભાઈ પરમાર એ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી હતી પોલીસે અરજી લઈને સીસીટીવીના આધારે ત્રણેય માથે ભારે ઈસમોને શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.

બ્યુરો ચીફ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.