Axis Bank સાથે 1.15 કરોડની ઠગાઈ: જુદી જુદી કંપનીના ડિરેકટરો સહિત 14 સામે ફરિયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/axis-bank-fraudcomplaint-against-14-including-directors-of-different-companies-for-1-15-crore-fraud/" left="-10"]

Axis Bank સાથે 1.15 કરોડની ઠગાઈ: જુદી જુદી કંપનીના ડિરેકટરો સહિત 14 સામે ફરિયાદ


અમદાવાદ,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારએક્સીસ બેન્ક સાથે ત્રણ કંપનીના ડિરેક્ટરો સહિત 14 આરોપીઓએ એકસંપ થઈ રૂ.1.13 કરોડની ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ પોતાની કંપનીમાં ડમી કર્મચારીઓ બતાવી તેઓના બેન્ક એકાઉન્ટ ખોલાવી સેલેરી જમા કરાવી બેન્ક પાસેથી ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા. આ કાર્ડ સ્વાઈપ કરી 1.13 કરોડની રકમની ઠગાઈ તેમજ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવેલી સેલેરી પણ ઉપાડી લીધી હતી. એક્સીસ બેંકના ફ્રોડ કંટ્રોલ યુનિટના મેનેજર મો.ઈમ્તિયાઝ મો.ઝમીલ મુન્શીએ ક્રાઈમબ્રાન્ચમાં ત્રણ કંપનીના ડાયરેકટર સહિત 14 આરોપીઓ સામે બેન્ક સાથે 1,13,72,463ની મત્તાની ઠગાઈ આચર્યાની ફરિયાદ કરી છે. જેમાં મેડીક લાઈફ સાયન્સ પ્રા.લી ના મેનજર નિખિલ રમેશ પટેલ, ડાયરેકટરો મધુસુદન પટેલ અને મનીષાબહેન મધુસુદન પટેલ,  મેડીઓનસ હેલ્થ પ્રા. લી. ના ડાયરેક્ટરો ગૌરવ અતુલ પટેલ અને જયેશ અંબાલાલ મકવાણા, મેનેજર પ્રતીક રાજેશ પરમાર, જાયન્ટ સિક્યોર સોલ્યુશન પ્રા. લી. ના મેનેજર નિખિલ ધીરજ પંચાલ, માલિક હરેશ જગદીશ પંચાલ, ગ્રીન ગ્રોફેરસના માલિક જીગર કનુભાઈ પંચાલ, ધનલક્ષ્મી સુપર માર્કેટના માલિક ચીમન રણછોડલાલ ડાભી, ફ્રેશ ઓર્ગેનિક ટ્રેડિંગના માલિક પાર્થ ઘનશ્યામ પટેલ, ગ્રોસરી ટ્રેડિંગના હોદ્દેદાર શિવમ યાદવ તેમજ ઢાલ પ્રસંનાનો સમાવેશ થાય છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ એક્સીસ બેંકમાં તેઓની કંપનીના એકાઉન્ટ ખોલાવી પોતાની કંપનીના ડમી કર્મચારી બતાવ્યા હતા. આ ડમી કર્મચારીઓના ખાતામાં સેલેરી જમા કરાવી કુલ 172 ક્રેડિટ કાર્ડ બેન્ક પાસેથી મેળવી લીધા હતા. આરોપીઓએ સેલેરી એકાઉન્ટમાં જમા કરેલી રકમ ઉપાડી લીધી તેમજ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરી રૂ.1,13,72,463ની મત્તાની ઠગાઈ આચરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]