૧૦૭-બોટાદ વિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના મતદારો માટે વાહન તથા વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાશે - At This Time

૧૦૭-બોટાદ વિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના મતદારો માટે વાહન તથા વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાશે


સેવાનો લાભ લેવા માટે કંટ્રોલ રૂમ નંબર-(૦૨૮૪૯) ૨૭૧૩૨૩ નંબર પર ફોન કરી નોંધણી કરાવવી જરૂરી

૧૦૭-બોટાદ વિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી વધુ વયના સીનીયર સીટીઝન મતદારો માટે નીચે દર્શાવેલા ગ્રામ્ય વિસ્તારો માટે વાહન તથા વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી વધુ વયના મતદારોએ કંટ્રોલ રૂમ નંબર-(૦૨૮૪૯) ૨૭૧૩૨૩ નંબર પર ફોન કરી પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, મતદાન મથકનું નામ, ભાગ નંબર અને મતદારયાદીનો ક્રમાંક નંબરની વિગતો જણાવવાની રહેશે. આ સુવિધા મેળવવા માટે દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના મતદારોએ મતદાન કરવા જવા માંગે એના ઓછામાં ઓછા એક કલાક પહેલા ફોન કરી જાણ કરવાની રહેશે.

આ સુવિધા માટે આવરી લેવાયેલા વિસ્તારોમાં બોટાદ શહેર, પાળીયાદ, કાનીયાડ, તુરખા, સરવા, લાઠીદડ અને સજેલી, ટાટમ તેમજ ઉગામેડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉક્ત સિવાયના તમામ મતદાન મથક ખાતે મતદારની માંગણી મુજબ વ્હીલચેર તથા સહાયકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું ૧૦૭- બોટાદ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.