ગોરીયાની મુવાડી ગામે આવેલુ પૌરાણિક નીલકંઠ મહાદેવનુ મંદિર. - At This Time

ગોરીયાની મુવાડી ગામે આવેલુ પૌરાણિક નીલકંઠ મહાદેવનુ મંદિર.


મહીસાગર જિલ્લાના કઠાણા તાલુકાના ગોરીયાની મુવાડી ગામે નીલકંઠ મહાદેવનું પૌરાણિક મંદીર આજે પણ પીપળાના સહારે.જ્યારે શ્રાવણ છેલ્લા સોમવારે મોટી સંખ્યામા ભક્તો પણ દર્શનાર્થ ઉમટયા હતા

મહીસાગર જીલ્લામાં માલવણ નજીક આવેલુ ગોરીયાની મુવાડી ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવનું આશરે બસો વરસ પૌરાણિક મંદિર આવેલું છે.જ્યારે આ મંદીર ખાતે વાર તહેવારે દીવાળી હોળી અને ખાસ કરીને શિવરાત્રી પર દીવાની જ્યોત આપો આપો ઝબૂકતી જોવા મળે છે. આ મંદીરે દુર દુરથી ગામના શિવ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે ખાસ કરીને શિવરાત્રીનું મહત્વ વધારે હોય છે.આમ ગામના લોકો શિવરાત્રીના દિવસે ભજન કીર્તન કરે છે.સાથે ગામ લોકો હવન પૂજન કરે છે પીપળાના વૃક્ષથી અને મૂળીયાથી દિવાલો આજે પણ નથી અને મંદિરનું શિખર આજે પણ યથાવત છે મંદીરનું છત પીપળાના વૃક્ષના સહારે જોવા મળે છે મંદીર ખરેખર પંદર વરસથી મુળીયા સાથે સંકળાયેલુ છે અને શિવ ભકતોની રાખેલી માનતા બાધાઓ દાદા ભોલેનાથ પૂર્ણ કરે છે

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.