જામનગરના મચ્છર નગર વિસ્તારમાં રહેતા યુવાન પર દારૂની બાતમી આપવાની શંકાના આધારે હુમલો - At This Time

જામનગરના મચ્છર નગર વિસ્તારમાં રહેતા યુવાન પર દારૂની બાતમી આપવાની શંકાના આધારે હુમલો


જામનગર,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારજામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર દારૂની બાતમી આપવા અંગેની શંકાના આધારે બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર માં રામેશ્વર નગર, માટેલ ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા દુષ્યંતસિંહ પૃથ્વીસિંહ ઝાલા ના ૨૮ વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગાંધીનગરમાં રહેતા જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા અને પ્રણવદીપસિંહ વાઘેલા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તેના મિત્ર સાથે પાનની દુકાને ઉભો હતો, જે દરમિયાન બન્ને આરોપીઓએ આવીને કહ્યું હતું, કે તું અમારી દારૂ અંગેની બાતમી પોલીસને શા માટે આપે છે, જે મામલે ફરિયાદી યુવાને મેં બાતમી આપી નથી, તેમ કહેતાં બન્ને શખ્સો ઉશ્કેરાયા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે બંને આરોપીઓ સામે હુમલા અંગે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.