બિહારમાં નીતીશ સરકારના કેબીનેટનું વિસ્તરણ, આજે 31 મંત્રીઓ શપથગ્રહણ કર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nitish-kumar-cabinet-will-be-expansion-total-31-mlas-likely-to-take-oath-today/" left="-10"]

બિહારમાં નીતીશ સરકારના કેબીનેટનું વિસ્તરણ, આજે 31 મંત્રીઓ શપથગ્રહણ કર્યા


- જનતા દળ યુનાઈટેડ તરફથી વિજય કુમાર ચૌધરી, અશોક ચૌધરી, સંજય ઝા, શીલા મંડલ,જયંત રાજ, શ્રવણ કુમાર, મદન સાહની, સુનીલ કુમાર અને જમા ખાન આજે શપથ લઈ શકે છેપટના, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવારબિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવના બે સભ્યોના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થઈ ગયું છે. જેમાં મહાગઠબંધનના અલગ-અલગ ઘટકોમાંથી લગભગ 31 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શપથ ગ્રહણ સવારે 11.30 કલાકે રાજભવન સંકુલમાં થયો હતો. સાથે જ આ સરકારમાં RJD પાસે સૌથી વધુ 79 ધારાસભ્યો છે અને બીજા નંબર પર JDUના ધારાસભ્યોનો નંબર છે.1. રાજ્યમાં શાસક મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચેની સૈદ્ધાંતિક સમજૂતી હેઠળ બિહાર વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી RJD પાસે સૌથી વધુ મંત્રી પદો હશે જ્યારે મુખ્યનંત્રી નીતીશ કુમારની પાર્ટી JDU બીજા નંબરે રહેશે. 2. નીતીશ કેબિનેટમાં કુલ 31 મંત્રીઓ શપથ લેશે. જેમાં કોંગ્રેસના 2, આરજેડીના 16, જેડીયુના 11, 'હમ'ના 1 અને એક અપક્ષ સભ્ય મંત્રી બનવા જઈ રહ્યા છે.3. જનતા દળ યુનાઈટેડ પાસે જૂના વિભાગ રહશે અને રાષ્ટ્રીય જનતા દળ પાસે ભાજપના તમામ મંત્રીઓનો વિભાગ હશે. માત્ર નાણા અને શિક્ષણ મંત્રાલય બદલાશે. નાણાં જનતા દળ યુનાઈટેડ પાસે રહેશે જ્યારે શિક્ષણ RJDને આપવામાં આવશે.4. JDU એવા કેટલાક લોકોને છોડી શકે છે જેઓ ભાજપ અને જેડીયુના ભૂતપૂર્વ અધ્યક્ષ RCP સિંહની નજીક માનવામાં આવે છે અને જેમના પર ભૂતપૂર્વ ગઠબંધન ભાગીદારના કહેવા પર પાર્ટીને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.5. જનતા દળ યુનાઈટેડ તરફથી વિજય કુમાર ચૌધરી, અશોક ચૌધરી, સંજય ઝા, શીલા મંડલ,જયંત રાજ, શ્રવણ કુમાર, મદન સાહની, સુનીલ કુમાર અને જમા ખાન આજે શપથ લઈ શકે છે. સાથે જ સંતોષ માંઝીને મંત્રી બનાવવામાં આવી શકે છે.6. રાષ્ટ્રીય જનતા દળ તરફથી તેજ પ્રતાપ યાદવ, સુરેન્દ્ર યાદવ, લલિત યાદવ, રામાનંદ યાદવ, કુમાર સર્વજીત, સુરેન્દ્ર રામ, શાહનવાઝ આલમ (હાલમાં AIMIM તરફથી અને ભૂતપૂર્વ સાંસદ તસ્લીમુદ્દીનના પુત્ર), આલોક મહેતા, ચંદ્રશેખર, સમીર મહાસેઠ ભારત મંડલ, અનિતા દેવી અને સુધાકર સિંહને મંત્રી પદ આપવામાં આવી શકે છે.7. તે જ સમયે, કોંગ્રેસ તરફથી મુરારી લાલ ગૌતમ અને અફાક આલમને મંત્રી બનાવવાની શક્યતા છે.8. અપક્ષ ધારાસભ્ય સુમિત કુમાર સિંહ જેમના સ્વર્ગસ્થ પિતા નરેન્દ્ર સિંહ મુખ્યમંત્રીના લાંબા સમય સુધી સહયોગી હતા તેમને અગાઉની સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેઓ પણ મંગળવારે શપથ લે તેવી શક્યતા છે.9. આજે આ મંત્રીઓને સામેલ કર્યા બાદ કેબિનેટ વિસ્તરણ દ્વારા ભવિષ્યમાં અન્ય ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી શક્યતા છે.10. આમંત્રિતો લોકોમાં RJD (રાષ્ટ્રીય જનતા દળ)ના સુપ્રીમો લાલુ પ્રસાદનો પણ સમાવેશ થઈ શકે છે. તેઓ સોમવારે રાત્રે અહીં પહોંચે તેવી શક્યતા હતી. જો કે પાર્ટીના સૂત્રોનો દાવો છે કે, તેઓ મંગળવારે સવારે પ્લેન દ્વારા અહીં પહોંચશે.આ પણ વાંચો : નીતીશ -તેજસ્વી સરકારમાં RJDનો દબદબો, જાણો કઈ પાર્ટીના હશે સ્પીકર? 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]