હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર ગુજરાત ના અનેક જિલ્લાઓ માં હાલ વરસાદ પડી રહ્યો છે - At This Time

હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર ગુજરાત ના અનેક જિલ્લાઓ માં હાલ વરસાદ પડી રહ્યો છે


તા:-૧૭/૦૯/૨૦૨૩
અમદાવાદ

હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર ગુજરાત ના અનેક જિલ્લાઓ માં હાલ વરસાદ પડી રહ્યો છે તેવામાં અમદાવાદ માં મોડી રાત્રે થી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે એક તરફ રામદેવપીર ના નેજા નો ઉત્સવ અને શ્રી ગણેશજી નો ઉત્સવ ચાલુ થશે એવામાં વરસાદ પણ પડી રહ્યો છે

અમદાવાદ માં પણ ગત રાત્રી થી અવીરત વરસાદ ચાલુ છે હાલ પણ અમદાવાદ ના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ભાદરવો ભરપૂર ની સંભાવનાઓ દેખાય રહી છે હાલ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમ ના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે ને નર્મદા જિલ્લાના નિચાણવાળા વિસ્તારમાં હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે રવિવાર ની રજા દિવસે પડેલ વરસાદે લોકો નો મૂડ બગડ્યો હોઈ તેવું લાગી રહ્યું છે ભાદરવી બીજ એટલે રામદેવજી ના નેજા નો દિવસ આ દિવસે હજારો શ્રદ્ધારુંઓ રામદેવજી મહારાજ ના મંદિરે નેજા ચઢાવવા જતા હોય છે અને ભાદરવી એકમ થી રામદેવપીર ના નોરતા ની પણ ઉજવણી કરવામાં આવે છે એક તરફ વરસાદ તો બીજી તરફ ભગવાન નો ઉત્સવ ખરી લીલા છે ભગવાન ની

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.