હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ ની ત્રિવિધ કાર્યક્રમ થકી અનોખી ઉજવણી કરવામાં આવી - At This Time

હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ ની ત્રિવિધ કાર્યક્રમ થકી અનોખી ઉજવણી કરવામાં આવી


દિવ્યાંગ જનો આત્મનિર્ભર બને તેવા શુભ આશય થી દાતાઓ ના સહયોગ થી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર નું ઉદઘાટન કરવામાં આવ્યું

આજરોજ ગુજરાત ના પનોતા પુત્ર અને ભારત દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે ત્રિવિધ કાર્યક્રમો નું આયોજન કરી વડાપ્રધાન ના જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈશ્વરભાઈ મગનભાઈ પટેલ અને રાજુભાઇ પ્રેમજીભાઈ પટેલ ના આર્થિક સહયોગ થી ઓફિસ ફાઈલ બનાવવા માટે ની મશીનરી સંસ્થા ને દાન માં મળેલ જેમાં દિવ્યાંગ જનો ફાઈલ બનાવશે અને તેને માર્કેટ માં વહેચી અને તેમાંથી રોજગારી મેળવી આત્મ નિર્ભર બનશે ત્યારે આજરોજ સંસ્થા માં સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર નો શુભારંભ કરવામાં આવ્યો હતો અને રાજકીય અને સામાજિક અને ધાર્મિક આગેવાનો નું સમાજ ને વિશેષ સેવાઓ આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી અને વડાપ્રધાન ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને દિવ્યાંગ જનો ને વિવિધ સરકારી યોજનાઓ ના કાર્ડ કાઢી આપી અને તાલીમ ના પ્રમાણપત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં સંસ્થા ના દાતા હીરાભાઈ મિર જેઓ થાન થી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારી નોકરી માંથી નિવૃત્ત થયા બાદ છેલ્લા દસ વર્ષ થી હળવદ ખાતે માનસિક દિવ્યાંગ જનો ની સેવારત આદરણીય ગૌરીશંકરભાઈ જોશી તથા તેમના ધર્મ પત્ની આદરણીય હીરાબેન જોશી નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા , હળવદ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન રજનીભાઈ સંઘાણી , બિપીનભાઈ દવે , હળવદ તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રવિણભાઈ પટેલ , શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ગોરિયા , ગોપાલભાઈ ઠક્કર , ઘનશ્યામભાઈ દવે , હાઇકોર્ટ એવડવોકેટ એનીટા સલોની , બ્રહ્મા કુમારી સંસ્થા ના જયશ્રીબેન સહિત રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હળવદ તથા મોરબી જિલ્લા ભર માંથી દિવ્યાંગજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સફળ સંચાલન ગજેન્દ્રભાઈ મોરડીયા એ કર્યું હતું આ કાર્યક્રમ માં ભોજન ના દાતા બળદેવભાઈ પોપટભાઈ દલવાડી અને સાઉન્ડ દાતા વિષ્ણુભાઈ દલવાડી રહ્યા

આ કાર્યક્રમ ને સફળ બનાવવા નવજીવન વિકલાંગ સેવાશ્રય ના ટ્રસ્ટીગણ તેમજ સ્થાનિક સમિતિ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.