સઘન પોલિયો અંતર્ગત સાવરકુંડલા અર્બન હેલ્થ દ્વારા છેવાડાના વિસ્તારમાં રહેતા 0 થી 5 વર્ષ ના બાળકોને પણ કરાયું વેકસીનેસન - At This Time

સઘન પોલિયો અંતર્ગત સાવરકુંડલા અર્બન હેલ્થ દ્વારા છેવાડાના વિસ્તારમાં રહેતા 0 થી 5 વર્ષ ના બાળકોને પણ કરાયું વેકસીનેસન


સઘન પોલિયો અંતર્ગત સાવરકુંડલા અર્બન હેલ્થ દ્વારા છેવાડાના વિસ્તારમાં રહેતા 0 થી 5 વર્ષ ના બાળકોને પણ કરાયું વેકસીનેસન

ગુજરાત માં ચાલી રહેલ સઘન પોલિયો અંતર્ગત સાવરકુંડલા માં રવિવાર ના દિવસે દરેક બુથ ઉપર પોલિયો વેકસીનેસન કર્યા બાદ બુથ પર ન આવેલ દરેક બાળકોને અર્બન હેલ્થ ના દરેક સ્ટાફ દ્વારા સોમવારથી આજ દિન સુધી અર્બન હેલ્થ સેન્ટર સવારકુંડક ના મેડીકલ ઓફિસર શ્રી અને સુપરવાઈઝર ની દેખરેખ હેઠળ દરેક વોર્ડ ના સ્ટાફ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી દરેક વોર્ડ માં 0 થી 5 વર્ષ ના દરેક બાળકોને પોલિયો ના ટીપાં પીવડાવી ને સાવરકુંડલા અને ભારત ને પોલિયો મુક્ત કરવાની જુમ્બેસ માં સહભાગી થવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સાવરકુંડલા માં આવેલ મહુવા રોડ બાયપાસ પાસે અને આકાશી મેલડી માતાજીના મંદિર પાસે આવેલ ઝૂંપડ પટ્ટી માં કાયમી વસવાશ કરતા અને બહારગામ થી વેપાર અર્થે અને મજૂરી કરવા આવેલ લોકોના બાળકો પણ પોલિયો ની રસી થી વંચિત ન રહે તેવા હેતુ થી સતત 3 દિવસ આવા વિસ્તાર માં રહેતા બાળકોને વાડી વિસ્તાર અને ઝૂંપડ પટ્ટી માં રહેતા બાળકો ના વાલી ઓને પોલિયો ની રસી ના ફાયદા સમજાવી તેના બાળકોને પોલિયો ની રસી આપવા mphw મયુર રસિકલાલ ટાંક અને બેલીમ હૂર હનીફભાઈ દ્વારા સ્થળ પર જઈ રસી આપી ફરજ સાથે સેવા નો અનેરો લાભ લીધો હતો અને સરકાર ના પોલિયો અભિયાન ને સાર્થક કરવાનો સુંદર પ્રયત્ન કર્યો હતો.


919913263165
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.