વાહ રે તંત્ર! સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક, આણંદ ST ડેપોનો વીડિયો વાયરલ થતાં ખૂલી પોલ - At This Time

વાહ રે તંત્ર! સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક, આણંદ ST ડેપોનો વીડિયો વાયરલ થતાં ખૂલી પોલ


આણંદ ખાતે એસટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારતનાં નામે સફાઈનું નાટક કરી શુભયાત્રા સ્વચ્છ યાત્રાના નામે કચરો વેરી ફોટોગ્રાફી કરી હતી. ત્યારે જાતે કચરો નાંખવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલ ખુલી જવા પામી હતી.

આણંદ ST તંત્રનું સ્વચ્છ ભારતના નામે સફાઈનું નાટક 

' શુભયાત્રા સ્વચ્છ યાત્રા'ના નામે કચરો વેરી કરાવી ફોટોગ્રાફી

સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક

જાતે કચરો નાખવાનો વીડિયો વાઈરલ થતા પોલ ખુલી

રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આણંદ એસટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારતના નામે સફાઈનું નાટક કર્યું હતું. જેમા શુભયાત્રા સ્વચ્છ યાત્રાના નામે કચરો વેરી ફોટાગ્રાફી કરાવી હતી. સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાંખી સફાઈ કરવાનું નાટક કરતો વીડિયો વાયરલ થયો હતો. બસ સ્ટેન્ડમાં જાતે કચરો નાંખવાનો વીડિયો વાઈરલ થતા પોલ ખુલી જવા પામી હતી. ત્યારે આ બાબતે સાંસદ અને ધારાસભ્ય આ ઘટનાથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.