અરવલ્લી જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રક્તદાનની અપીલ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/agpqyhdnqcrzqsa1/" left="-10"]

અરવલ્લી જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રક્તદાનની અપીલ.


"રક્તદાન એ સૌથી મોટુ દાન છે."
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લીની જાહેર જનતાની સુખાકારી માટે પ્રયત્નશીલ છે. જેમાં સમગ્ર ભારતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રક્તદાન અને બ્લડ બેન્ક માટે આગવું સ્થાન ધરાવે છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્વારા નિયમિત સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજવામાં આવે છે. રક્તદાન શિબિરથી એકઠા કરવામાં આવતા રક્તથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા અન્ય દર્દીઓને લાભ પહોંચાડવામાં આવે છે. અરવલ્લીમાં રેડક્રોસ સંચાલિત બ્લડ બેન્ક ન હોવા છતાં જરૂર પડે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા અન્ય દર્દીઓને અન્ય જિલ્લાની રેડ ક્રોસ બ્લડ બેંકમાંથી રક્ત પૂરું પાડવામાં આવે છે.

આગામી સમયમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે.જેમાં અરવલ્લીના યુવાનો અને જનતાને સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવે છે.રેડક્રોસ સોસાયટી સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી ઓનલાઇન લિંકથી સ્વૈચ્છીક રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]