યુવક કોંગ્રેસ અને જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ભવ્ય મૌન રેલી યોજવામાં આવી. - At This Time

યુવક કોંગ્રેસ અને જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ભવ્ય મૌન રેલી યોજવામાં આવી.


લઠ્ઠાકાંડ મુદ્દે મૌન રેલી યોજી કાળી પટ્ટી ધારણ કરી આવેદન આપવામાં આવ્યું.

ધંધુકા તાલુકા પંચાયત કચેરીથી લઈ મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ પીડિત પરિવાર ને 10 લાખની સહાયની માંગ કરવામાં આવી

લઠ્ઠાકાંડને સરકાર કેમિકલ કાંડમાં ફેરવી પીડિતો સાથે ષડયંત્ર કરતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો.

મામલતદાર કચેરી ખાતે મૃતકોને બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવાઈ.

યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને અમદાવાદ જિલ્લા પંચાયત ના સભ્ય હરપાલસિંહ ચુડાસમાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર

મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે રેલી માં જોડાયા.

મામલતદારને આવેદનપત્ર આપી 10 લાખની સહાયની માંગ કરી.

કેમિકલ કાંડમાં ભોગ બનનાર પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગ કરી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.