દેશ આઝાદ થયો ત્યારે 89 રૂપિયામાં મળતું એક તોલો સોનું, જાણો અન્ય વસ્તુઓના ભાવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/when-country-became-independent-10-gram-gold-was-available-for-89-rs-know-other-items-prices/" left="-10"]

દેશ આઝાદ થયો ત્યારે 89 રૂપિયામાં મળતું એક તોલો સોનું, જાણો અન્ય વસ્તુઓના ભાવ


- 1947માં 1-2 પૈસાનું પણ હતું ખૂબ જ મહત્વ નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર 'આઝાદીનો અમૃત મહોત્સવ' એ પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા માટેની ભારત સરકારની પહેલ છે. આગામી 15મી ઓગષ્ટના રોજ દેશને આઝાદી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 'આઝાદીનો અમૃત મહોત્સવ' અંતર્ગત સરકાર 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવી રહી છે જેમાં દેશના 20 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલો છે. છેલ્લા 75 વર્ષમાં દેશે પ્રગતિની એક નવી કથા લખી છે. હાલ 5 ટ્રિલિયન ઈન્ડિયન ઈકોનોમીની વાતો થઈ રહી છે તથા તમામ અડચણોમાંથી રસ્તો કરીને ભારત આર્થિક વિકાસના રસ્તે અગ્રેસર છે. ભારતીય અર્થતંત્ર વિશ્વના બીજા નંબરના સૌથી વિશાળ અર્થતંત્ર એવા ચીનથી પણ વધુ ઝડપે પ્રગતિ કરવાનો સંકેત આપી રહ્યું છે. બ્લૂમબર્ગ તથા SBIના રિસર્ચ રિપોર્ટમાં ભારતને મંદીના જોખમમાંથી સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય અર્થતંત્રનો મજબૂત પાયોમોર્ગન સ્ટેનલીના તાજેતરના અહેવાલમાં એવો અંદાજો લગાવવામાં આવ્યો છે કે, 2022-23માં ભારત એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે આઝાદી કાળના કેટલાક આંકડાઓ તમને આશ્ચર્યનો આંચકો આપી શકે છે. આઝાદી સમયે 1-2 પૈસાનું પણ ભારે મહત્વ હતું. તે સમયે એક રૂપિયામાં તો ઘણાં કામ પાર પડી જતા હતા. 1947ના વર્ષમાં રોજિંદા વપરાશની ચીજ-વસ્તુઓ જેમ કે ખાંડ, ચોખા, દૂધ વગેરેની કિંમતો આજની સરખામણીએ સાવ નગણ્ય કહી શકાય તેવી હતી. હાલ 10 ગ્રામ એટલે કે, એક તોલા સોનાની કિંમત આશરે 55,000 રૂપિયા જેટલી છે. જ્યારે 1947માં એક તોલા સોનાની કિંમત માત્ર 88.62 રૂપિયા જ હતી. હાલ જનતા પેટ્રોલની કિંમતોમાં થઈ રહેલા વધારાથી પરેશાન છે અને એક લીટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાની આસપાસની છે પરંતુ આજથી 75 વર્ષ પહેલા એક લીટર પેટ્રોલની કિંમત માત્ર 27 પૈસા જ હતી.  

વસ્તુઓ

વર્ષ- 1947

વર્ષ- 2022

ચોખા

12 પૈસા પ્રતિ કિલો

40 રૂપિયા પ્રતિ કિલો

ખાંડ

40 પૈસા પ્રતિ કિલો

42 રૂપિયા પ્રતિ કિલો

બટેકા

25 પૈસા પ્રતિ કિલો

25 રૂપિયા પ્રતિ કિલો

દૂધ
(ફૂલ ક્રીમ)

12 પૈસા પ્રતિ લીટર

60 પૈસા પ્રતિ લીટર

પેટ્રોલ

25 પૈસા પ્રતિ લીટર

97 પૈસા પ્રતિ લીટર

સાઈકલ

20 રૂપિયા

8,000 રૂપિયા

ફ્લાઈટનું
ભાડું (દિલ્હીથી મુંબઈ)

140 રૂપિયા

આશરે 7,000 રૂપિયા

સોનું
(10 ગ્રામ)

88.62 રૂપિયા

54,170 રૂપિયાઆ પણ વાંચોઃ 'હર ઘર તિરંગા'ને સાકાર કરવા પોસ્ટ વિભાગના 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે, 10 દિવસમાં 1 કરોડથી વધુ ઝંડાનું વેચાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]