દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા મોટા આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, પોલીસે 6 લોકોની ધરપકડ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a-major-terror-attack-plot-has-been-foiled-in-delhi-police-ahead-of-independence-day/" left="-10"]

દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા મોટા આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, પોલીસે 6 લોકોની ધરપકડ કરી


- આરોપીઓ પાસેથી 2000 જીવતા કારતુસ સહિત મોટી માત્રામાં દારૂગોળાઓ મળી આવ્યા છેનવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ 2022, શુક્રવારસ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસે એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે હથિયારો અને દારૂગોળાની દાણચોરીમાં સંડોવણી બદલ 6 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 2000 જીવતા કારતુસ સહિત મોટી માત્રામાં દારૂગોળાઓ મળી આવ્યા છે. આરોપીઓની દિલ્હીના આનંદ વિહારમાંથી 2 બેગ કારતુસ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.- દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પોલીસે પેટ્રોલિંગ અને વાહનોનું ચેકિંગ પણ સઘન બનાવ્યું છે. પોલીસનું કહેવું છે કે, મેટ્રો સ્ટેશન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અને બજારો સહિત દિલ્હીના તમામ સંવેદનશીલ સ્થળોએ આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.- 10 હજાર પોલીસકર્મીઓ તૈનાતઅધિકારીઓએ જણાવ્યું હતું કે, હોટેલ, પાર્કિંગ અને રેસ્ટોરન્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને ભાડૂતો અને નોકરોની ચકાસણી કરવામાં આવી રહી છે. વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા અને સ્થળ તરફ જતા માર્ગો પર વિવિધ ભૂમિકામાં 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અમે આકરી અને ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા કરી છે.ઈન્ટેલિજન્સ એજન્સીઓએ દિલ્હીમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓ અનુસાર, આતંકવાદી સંગઠનો દિલ્હીમાં આતંક મચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 15 ઓગસ્ટે IBએ દિલ્હી પોલીસને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે. 10 પાનાના ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં લશ્કર-એ-તૈયબા, જૈશ જેવા આતંકી સંગઠનોના ષડયંત્રની જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISI તેમને લોજિસ્ટિક મદદ આપીને રાજધાનીમાં બ્લાસ્ટ કરવા માંગે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]