ખંડવાના જલેબી ચોક ખાતે તાજીયાના જુલુસ વખતે પોલીસની હાજરીમાં 'સર તન સે જુદા'ના નારા બોલાયા - At This Time

ખંડવાના જલેબી ચોક ખાતે તાજીયાના જુલુસ વખતે પોલીસની હાજરીમાં ‘સર તન સે જુદા’ના નારા બોલાયા


- મોડી રાતે તાજીયાને પાણીમાં પધરાવવા નીકળ્યા તે સમયે જલેબી ચોક પાસે કેટલાક યુવાનોએ નારેબાજી શરૂ કરી હતીખંડવા, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર મધ્ય પ્રદેશના ખંડવા ખાતે મહોરમના જુલુસ દરમિયાન ઉશ્કેરણીજનક નારા બોલાયા હોવાની ઘટના સામે આવી છે. તે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જુલુસ દરમિયાન કેટલાક લોકો 'સર તન સે જુદા'ના નારા બોલાવી રહ્યા છે. ટોળામાં વૃદ્ધો અને યુવાનો પણ સામેલ હતા. પોલીસે હાલ તે વીડિયોની તપાસ હાથ ધરી છે તથા ઓળખવિધિ બાદ કેસ દાખલ કરવામાં આવશે. વાયરલ થઈ રહેલો વીડિયો ખંડવા શહેરના જલેબી ચોક વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મોડી રાતે તાજીયાને પાણીમાં પધરાવવા નીકળ્યા તે સમયે જલેબી ચોક પાસે કેટલાક યુવાનોએ નારેબાજી શરૂ કરી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે 'ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા, સર તન સે જુદા...' ઉપરાંત તે સમયે ત્યાં પોલીસ હાજર હોવાનું પણ દેખાઈ રહ્યું છે. જોકે તેમ છતાં કોઈએ પણ તે યુવાનોને રોકવાનો પ્રયત્ન નહોતો કર્યો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon