PM પદની ઈચ્છા અંગે નીતીશ કુમારે કરી સ્પષ્ટતા - At This Time

PM પદની ઈચ્છા અંગે નીતીશ કુમારે કરી સ્પષ્ટતા


- 'આ બધું મારા મગજમાં નથી' લોકો શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી: નીતીશ કુમારપટના, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવારબિહારમાં NDAનો સાથ છોડીને મહાગઠબંધનમાં સામેલ થયા બાદ નીતિશ કુમારે વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષા પર કહ્યું હતું કે, આ બધું તેમના મગજમાં નથી. નીતિશ કુમારે કહ્યું હતું કે, તેઓ પ્રયાસ કરશે કે તમામ વિપક્ષી પાર્ટીઓ સંયુક્ત અને સાથે મળીને કામ કરે.10 ઓગસ્ટે બિહારના CM તરીકે શપથ લીધા બાદ નીતિશ કુમારે આગામી લોકસભા ચૂંટણી માટે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'તેઓ 2014માં જીતીને આવ્યા છે તેઓને ખબર નથી કે, તેઓ 2024માં રહેશે કે નહીં.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પીએમ પદના ઉમેદવાર બનવા માગે છે તો પણ તેમણે પત્રકારોને કહ્યું હતું કે, તેઓ 'કોઈના દાવેદાર નથી'. તેમણે વધુમાં કહ્યું હતું કે, સવાલ એ છે કે, તેઓ 2014માં જીત્યા છે પરંતુ હવે તેઓ 2024માં 2024માં જીતશે કે નહીં.ફરી એકવાર આ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવતા નીતીશ કુમારે શુક્રવારે કહ્યું હતું કે, 'આ બધું મારા મગજમાં નથી'. લોકો શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. મારા નજીકના લોકો પણ આવું કહે.' તે જ સમયે, તેમણે કહ્યું હતું કે, તે સારૂં રહેશે કે તમામ વિપક્ષી પાર્ટીઓ એક સાથે મળીને કામ કરે અને આ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો તેમનું કામ છે.તેમણે કહ્યું હતું કે, અમે તમામ લોકોના મુદ્દાઓ અંગે વાત કરીશું અને અમે કેવી રીતે વધુ સારૂં સામાજિક વાતાવરણ બનાવી શકીએ છીએ.આ પણ વાંચોઃ 'આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon