ટ્રાફિક દંડથી બચવા 10 ચાલકે તેના વાહનમાં ખોટી નંબર પ્લેટ લગાડી - At This Time

ટ્રાફિક દંડથી બચવા 10 ચાલકે તેના વાહનમાં ખોટી નંબર પ્લેટ લગાડી


પંચાયત ચોકમાં વાહન ચેકિંગ દરમિયાન ચાલકોના ગુનાહિત કૃત્યો ખુલ્યા CCTVમાં ન ઝડપાય તે માટે નંબર પ્લેટમાં ચેડાં કરનારને પોલીસે પકડ્યા.

શહેરમાં જટિલ બનેલી ટ્રાફિક સમસ્યાને હલ કરવા રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા મૂકી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને પોલીસ તંત્ર દ્વારા ઇ-ચલણની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો દ્વારા સીસીટીવી કેમેરાથી બચવા માટે વાહનની નંબર પ્લેટ વાળી દેતા હોય છે અથવા નંબર પ્લેટમાં કોઇ પણ રીતે છેડછાડ કરતા હોય છે. આ પ્રકારના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં પણ આવ્યા છે. ત્યારે વધુ એક વખત પોલીસ તંત્ર દ્વારા બુધવારે હાથ ધરવામાં આવેલી વાહન ચેકિંગની ઝુંબેશ દરમિયાન ચાલકો દ્વારા આચરવામાં આવેલી ચોંકાવનારું કૃત્ય બહાર આવ્યું હતું. ઝુંબેશ દરમિયાન વાહનચાલકોએ દંડથી બચવા માટે તેમના વાહનમાં ખોટી નંબર પ્લેટ લગાડી હોવાનું ધ્યાને આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નંબર પ્લેટમાં ચેડાં કરનારના વાહન કબજે કરી પોલીસે કડક કાર્યવાહીકરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.