વિસાવદર તાલુકામાં અચાનક વાતાવરણમાં થયો ફેરફાર. - At This Time

વિસાવદર તાલુકામાં અચાનક વાતાવરણમાં થયો ફેરફાર.


વિસાવદર તાલુકામાં અચાનક વાતાવરણમાં થયો ફેરફાર.
વિસાવદર
વિસાવદર તાલુકા ના તેમજ ઝાંઝેસર ગામે આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમો આજે બપોર પછી અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. બપોરે પછી ઠંડીનું પ્રમાણ ઓછું થયું હતું. સાથે સાથે થોડી ગરમી પણ જોવા મળી હતી. મળતી માહિતી મુજબ હાલ વરસાદી વાતાવરણ ઉભું થઇ ગયું આજે રાત્રે 8:30 કલાકે વરસાદ ખબકીયો હતો ત્યારે હાલ ખેતરોમાં ઉભા પાક ઘઉં, ચણા, તુવેર, જેવા પાકને નુકશાન થવાની ભારે સંભાવના થઇ રહી છે. આ ઉપરાંત અત્યારે આંબામાં પણ મોર આવવાની તૌયારીઓ છે. ત્યારે તેમાં પણ વરસાદ નું આ વાતાવરણ નુકશાન પહોંચાડે તેમ છે.
આમ અચાનક વતાવરણમાં બદલાવ આવવાને કારણે હાલ વરસાદ નું વાતાવરણ ઉભું થતા ખેડૂતો મુંજવણ અનુભવી રહ્યા છે.
રિપોર્ટ સાસિયા ભનુભાઇ વિસાવદર ઝાંઝેસર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.