માલવણ આર્ટ્સ કોલેજમાં "ઇનોવેશન ક્લબ" અંતર્ગત તાલીમ. - At This Time

માલવણ આર્ટ્સ કોલેજમાં “ઇનોવેશન ક્લબ” અંતર્ગત તાલીમ.


માલવણ આર્ટ્સ કોલેજ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે "ઇનોવેશન ક્લબ"અંતર્ગત ચાર દિવસીય તાલીમ વર્ગ યોજાયો હતો. "ઇનોવેશન ક્લબ"ના કૉ-ઓર્ડીનેટર ડૉ.નરેશ વણઝારાએ જણાવ્યું હતું કે, મુખ્ય અધ્યક્ષ મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબુભાઈ કે પટેલ, સંસ્થાના આચાર્ય ડૉ.ચીમનભાઈ એમ પટેલ, અતિથિ વિશેષ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઈ.સી.મેમ્બર ડૉ.વિમલભાઈ ગઢવી, ટ્રેનર શ્રી કલ્પેશભાઈ સોલંકી, ડૉ જિલેદારસિંહ રાજપુત , મહીસાગર જીલ્લા શૈક્ષિક સંઘના કોષાધ્યક્ષ શ્રી દિલીપભાઈ પટેલ, કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને ૬૦ થી વધુ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.
આ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉદ્ઘાટન સત્રમાં પ્રાર્થના ડૉ.જે.કે શાહ, સંચાલન ડૉ. નરેશ વણઝારા, પ્રાસંગિક આવકાર પ્રિન્સિપાલ ડૉ. સી.એમ પટેલ, તાલીમમાં અધ્યક્ષશ્રીય પ્રવચન શ્રી બાબુભાઈ કે પટેલ, ડૉ.જિલેદારસિંહ રાજપુત, શ્રી કલ્પેશભાઈ સોલંકીએ આપ્યું હતું. આભાર વિધિ ડૉ.એ.જી ત્રિવેદીએ કરી હતી.
આ ચાર દિવસીય તાલીમમાં વિદ્યાર્થીઓ જે આર્ટસના છે તેમને પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ જ રસપ્રદ રીતે ભાગ લઈ, નવી નવી બાબતો શીખી આનંદ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ, વિનોદ પગી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.