માય લિવેબલ ભરૂચ અંર્તગત જિલ્લાતંત્ર દ્વારા આયોજિત સાંધ્ય સંગીતમાં જિલ્લાવાસીઓ મોટી સખ્યામાં ઉપસ્થિત રહ્યાં
સંગીતપ્રેમી ભરૂચીઓનો જિલ્લા વહીવટીતંત્રના નવલા નજરાણાને અભુતપૂર્વ પ્રતિસાદ
માય લિવેબલ ભરૂચ અંર્તગત જિલ્લાતંત્ર દ્વારા આયોજિત સાંધ્ય સંગીતમાં જિલ્લાવાસીઓ મોટી સખ્યામાં ઉપસ્થિત રહ્યાં
માય લિવેબલ ભરૂચ વહીવટીતંત્ર અંર્તગત ભરૂચ સીએસઆર (CRS) પહેલ ઉપક્રમે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચના ઈતિહાસમાં પ્રથમવાર નગરજનો માટે નવલા નજરાણા સમાન સાંધ્ય સંગીતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે, ભરૂચ શહેરને સુંદર અને અત્યાધુનિક સુવિધાઓથી સુસજજ બનાવવા માટે વિવિધ કંપનીઓના પોતાના સામાજિક દાયિત્વને ચરિત્તાર્થ કરવાની નેમને વ્યક્ત કરવા લિવેબલ ભરૂચના ફેઝ વનનો પ્રારંભ થયો છે. આ પ્રારંભથી નગરને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે આ કળાના માધ્યમ થકી ભરુચના નગરજનોને સાંકળી શકાય છે. તેમણે નગરજનો આભાર માની સામૂહિક સહકારથી વહીવટી માળખા સાથે ખભેખભા મિલાવી આ પેહલને અભિયાન સ્વરૂપે ઉપાડી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ પ્રાસંગિક પ્રવચનમાં શહેરને લવેબલ અને લીવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.તેમણે ભરૂચને સ્વચ્છ બનાવવા તથા રોડ- રસ્તાને ક્લીન બનાવીને શહેરને મધ્ય પ્રદેશ રાજ્યનાં ઇન્દોરને સરખામણીમાં લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે આ કાર્યક્રમનો આશય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સંગીત ક્ષેત્રના ભરૂચના પનોતા પુત્ર પંડિત ઓમકારનાથ ઠાકુરને યાદ કરી આ પ્રકારના કાર્યક્રમ થકી સ્મરણાંજલી આપી હતી.
આ વેળાએ, કલેકટરશ્રીએ સી.એસ. આર. થકી શહેરના વિકાસ માટે માતબર ફાળો આપી વહીવટી તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરનાર કંપનીઓના વડાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં, તેમણે માતરિયા તળાવને નગરજનોને માટે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં ઘોષણા કરી હતી.
ભારતના પ્રખ્યાત મૂર્ધન્ય હારમોનિયમ વાદક તન્મય દેવચકે અને તેમની ટીમે મ્યૂઝિક કોન્સર્ટમાં પરફોર્મ કરી સંગીતના સૂર થી મંત્રમુગ્ધ કર્યા હતા. આ "Instrumental show" માં , "સંત કબીર" થી લઇ ને "એ. આર. રહેમાન" સુધી ના Tracks તેમજ "ભારતીય શાસ્ત્રીય અને વેસ્ટર્ન -Jazz Music નું Fusion" તેમજ ઘણા નવીન tracks ના પ્રસ્તુતિકરણ કરી ભરૂચના નગરજનોને સંગીત થી મોહિત કરી મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ભરૂચના નગર પાલિકા પ્રમુખ શ્રી અમિત ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ધર્મેશ મિસ્ત્રી, સીએસઆર પાર્ટનર્સ તેમજ અન્ય પધાધિકારીશ્રીઓ , નિવાસી અધિક કલેકટર શ્રી એન. આર. ધાંધલ, પોલિસ અધિક્ષક ડૉ. લીના પાટીલ અને અન્ય અઘિકારીઓશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.