લીંબડી નેશનલ હાઇવે પર ચાલુ વાહનમાંથી 1.07 કરોડની ચોરી કરનાર છ ઈસમો ઝડપાયા.

લીંબડી નેશનલ હાઇવે પર ચાલુ વાહનમાંથી 1.07 કરોડની ચોરી કરનાર છ ઈસમો ઝડપાયા.


તા.22/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 127 કિ.રૂ.7,52,094 તથા ટેબલેટ નંગ 140 કિ.રૂ.11,20,000 એમ કુલ મળીને કિ.રૂ.18,72,094 ના મુદ્દામાલ જપ્ત કરતી સુરેન્દ્રનગર એલસીબી

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા હરેશકુમાર દૂધાતના માર્ગદર્શનથી એલસીબી પીઆઈ વી.વી.ત્રીવેદી, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, લીંબડી પીએસઆઈ એન.એચ. કુરેશી સહિતની પોલીસ ટીમોએ મધ્યપ્રદેશમાં ધામા નાખી ઈન્દોર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી કંજર ગેંગના 6 આરોપીઓને 127 મોબાઈલ ફોન, 140 ટેબ્લેટ સાથે 18,72,094 રૂ.ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.લીંબડીમાં આવડી મોટી ચોરી થયાના બનાવ બાદ એલસીબી ટીમને ફોન આવ્યો હતો આથી એલસીબી ટીમે એમપીમાં ધામા નાખ્યા હતા જયા ખાનગી રાહે તપાસ કરીને પહેલા ચોરીનો માલ ખરીદનારને પકડી લીધા બાદમાં વેચેલા માલના પૈસા આપવા માટે ગેંગના મુખ્ય સાગરીતને બોલાવીને તેને પણ પોલીસે પકડી લીધો હતો ત્યાર બાદ કંજર ગેંગનો મુખ્ય આરોપી અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદનારા આરોપી સંતોષ લોચનસીંગ ભોલીયા મુખ્ય આરોપી, પિન્ટુ ઓમપ્રકાશ રાઠોડ ખરીદનાર, અન્સારી હયાતખાન પઠાણ ખરીદનાર, વકિલ અહમદ નશીરઅહેમદ અન્સારી ખરીદનાર, મોહંમદ સાજીદ મોહંમદ રઈશ અન્સારી ખરીદનાર, જાવેદઅલી મકસુદઅલી સૈયદ ખરીદનાર, તેમની પાસેથી કુલ રૂ.18.72 લાખનો મુદામાલ પણ મળી આવ્યો હતો આઈસરમાં ચોરી કરનાર અજાણ્યા 2 બાઈક ચાલકો સહિત તપાસમાં બહાર આવે તે શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી લીંબડી- અમદાવાદ હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ સહિતના સ્થળોના સીસીટીવી ફૂટેજ મેળવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી માહિતી મેળવી હતી કે મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગના શખસોએ આઈસરમાંથી 1.07 કરોડના ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી કરી હતી 81 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડવાનાં બાકી છે તે આરોપી મનીષ ઉર્ફે કાલુ મનોહર કંજર,સંજુ ઉર્ફે સંજય હેમંત કંજર,બંટી ઉર્ફે અરવિંદ કૈલાસચન્દ્ર ઝાંઝા,સંદીપ રાજુ ઝાંઝા,
ઓમપ્રકાશ કાલુરામ મહેશ્વરી ધુમ પીકચરમાં કામ કરવાની ગેંગે રૂ.10 કરોડની ઓફર ઠુકરાવી હતી જિલ્લાની પોલીસ એમપી ગઇ ત્યારે તેમને એવી વિગતો જાણવા મળી હતી કે આ ગેંગ ચોરી કરવા માટે ઉસ્તાદ છે આથી ધુમ પીકચરમાં કામ કરવા માટે આ ગેંગને રૂ.10 કરોડની ઓફર કરવામાં આવી હતી પરંતુ પોતાની રોજી રોટી હોય ગેંગના સભ્યોએ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »