ભીલવાસમાં સામું જોવા મામલે માથાકૂટ: સોહિલ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો - At This Time

ભીલવાસમાં સામું જોવા મામલે માથાકૂટ: સોહિલ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો


સદરના ભીલવાસમાં રહેતા સોહીલભાઈ રજાકભાઈ માંડરિયા (ઉ.વ.27)એ ફરિયાદમાં ઇમરાન જમાલભાઈ ચૌહાણ,ફારૂક હુસેન માંડરિયા,અકરમ હુસેન અને હુસેન માંડરિયાનું નામ આપતા કલમ 326,504,506(2),37,114 હેઠળ પ્ર.નગરમાં ગુન્હો નોંધાયો છે.
સોહિલે જણાવ્યું હતું કે,ખાટકીવાડની અંદર મારે દુકાન આવેલ છે.ત્યા બેસી વેપાર કરી પરીવારનુ ગુજરાન ચલાવુ છુ.રાત્રે હું શેરીમાં બાઇક ઉપર બેઠો હતો.ત્યારે અમારે અગાઉ શેરીમાં ચાલવા બાબતે શેરીમાં રહેતા ઈમરાન જમાલભાઈ ચૌહાણે મારી સામે તમો શુ જોવો છો? તેમ કહી ઝઘડો કરેલ હતો.તેનો ખાર રાખીને ઈમરાન શેરીમાંથી મારી પાસે આવેલ અને મારી સાથે ગાળો બોલી ઝઘડો કરી છરી કાઢી મને માર મારવા આવતા હુ ત્યાંથી ભાગવા જતા પાછળ દોડી છરીનો એક ઘા મારા પીઠના ભાગે ઝીંકી દીધો હતો.
મને છરીનો ઘા લાગી જવાથી હું નીચે ઢળી પડેલ અને ત્યારે હુ રાડોરાડ કરતા મારો ભાઈ અલ્તાફ ઘરે થી દોડી આવતા મને વધુ મારમાંથી બચાવ્યો અને માણસોનુ ત્યાં ટોળુ ભેગુ થઈ જતા આ ઈમરાન ત્યાંથી ભાગી ગયો અને ત્યારે મને લોહી નીકળતુ હોય સારવારમાં લાવતા મારી સારવાર ચાલુ છે.
વધુ વિગતો મુજબ,અગાઉ પચીસેક દિવસ પહેલા હુ તથા મારો ભાઈ જકરભાઈ એમ અમો રાત્રીના સાડા નવેક વાગ્યે મો.સા ઉપર બેસીને અમારા ઘરે આવતા હતા ત્યારે આ ઈમરાન ચૌહાણનુ ઘર અમારા ઘર પહેલા આવ્યું છે.તેમના ઘર આગળ શેરી માં બે ઓરડી બનાવેલ હોય અને શેરી સાંકડી થઇ ગઈ છે.ત્યાં તે શેરીમાં બાઇક રાખી તેના પર બેસેલ હતો.જેથી અમને બાઇક ચલાવામાં જગ્યા ન હોય જેથી બાઇક ધીમુ પાડ્યું હતું.ત્યારે તે ઈમરાન ચૌહાણ અમે બન્ને ભાઈઓને એકદમ ઉશકેરાઈ જઈ ગાળો બોલી કહેવા લાગ્યા કે અમારી સામે શુ જોવો છો.તેમ કહી ઝઘડો કરતા તેમનો ભાણેજ ફારુક આવી ગયો હતો અને અમારે મારામારી થઈ હતી.
ત્યારે ફરી રાત્રે ઈમરાન ચૌહાણ,ફારુક માંડરિયા,અકરમ માંડરિયા અને હુશેન માંડરીયા અમારા ઘર પાસે ગાળો બોલી ઝઘડો કરી અમારી સાથે મારામારી થઈ હતી.ત્યારે સમાજના આગેવાનો ના સમજાવાથી અમોને ફરીયાદ કરી ન હતી અને ઈમરાને અમારા બન્ને ભાઈઓ ઉપર અરજી કરી હતી ત્યારપછી અમારે બન્ને પક્ષો વચ્ચે સમાજ ના આગેવાનો થકી સમાધાન કરાવ્યું હતું.
થોડા સમય પછી અમે શેરીમાંથી નીકળતા ત્યારે ચારેય ધમકી આપતા હતા કે તમારો ધંધો કરવા દેવો નથી તેમજ તમને શેરીમાં અહીયા રહેવા દેવા નથી.અને ગમે ત્યારે તમારા હાથપગ ભાંગી નાખી છરીના ઘા ઝીંકી દેવા છે તેવી ધમકી આપતા હતા.બાદમાં ગઇકાલે શેરીમાં એકલો હતો ત્યારે આ શખ્સોએ આવી જીવલેણ હુમલો કર્યો હતો.આ અંગે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.