ધંધુકાના ગુંજાર ગામની વાડીમાંથી લોખંડની 55 ઈંગલ ચોરી તસ્કરો પલાયન. - At This Time

ધંધુકાના ગુંજાર ગામની વાડીમાંથી લોખંડની 55 ઈંગલ ચોરી તસ્કરો પલાયન.


અમદાવાદ જીલ્લાના ધંધુકા ના ગુંજાર ગામની વાડીમાંથી લોખંડની 55 ઈંગલ ચોરી તસ્કરો પલાયન.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાના તાલુકાના ગુંજાર ગામના નિવૃત સૈનીકની વાડીયે ઓરડીનુ તાળુ તોડી 55 લોખંડની ઈંગલો જેની કિં.70,000 ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા

પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ ધંધુકા તાલુકાના ગુંજાર ગામે રહેતા નિવૃત સૈનિક યોગેશકુમાર આદિત્યરામ વ્યાસ ઉ.વ.39 જેઓ ખેતી કરે છે તેઓની ગુંજાર ગામે કટવાળા રોડે 16 વિધાની વાડી આવેલી છે જ્યા ઓરડી બનાવવાનુ કાર્ય શરૂ છે અને આ ઓરડીના છત માટે યોગેશકુમારના પિતાએ ગુંજાર ગામની શાળામાંથી હરાજીમાંથી એક રૂમનો સામાન રાખ્યો હતો જેમા 30 કિલો વજન વાળી લોખંડની ઈંગલો 55 અને 15 સ્ટીલના પતરા રાખ્યા હતા જે વાડીમા બનતી ઓરડીમાં મુક્યા હતા.દરમિયાન
ગત તા.01/01/23 ના રોજ સવારે આઠ વાગ્યે યોગેશકુમાર અને તેમના પિતા તેમની વાડીએ ચાલી રહેલ ઓરડીનુ ચણતર કામ શરૂ હોવાથી આટો મારવા ગયા હતા.
તે દરમ્યાન તેમને ઓરડીમા જઈ ને જોયુ તો ત્યા છત બનાવવા માટે શાળાની હરાજીમાંથી રાખેલી લોખંડની ઈંગલો 55 હતી નહી ત્યારબાદ આજુ બાજુમાં તપાસ કરતા લોખંડની ઈંગલો મળી આવી ન હતી જેથી આ બનાવ અંગે યોગેશકુમાર વ્યાસે ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. રતનસીંગ યાદવ ચલાવી રહ્યા છે.આ વિસ્તારમાં હાલમાં ચોરીના બનાવથી પોલીસ દ્વારા તે અંગે ખાસ વોચ રાખવામાં આવી રહી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.