રાજકોટમાં આજથી ઠંડી થોડી ‘ઠંડી’ પડશે - At This Time

રાજકોટમાં આજથી ઠંડી થોડી ‘ઠંડી’ પડશે


સતત પાંચ દિવસ સુધી કાતિલ ઠંડીએ બોકાસો બોલાવ્યા બાદ ગુરુવારથી આંશિક રાહત રહે તેવી આગાહી.

રાજકોટમાં મંગળવારે બે ડિગ્રી લઘુતમ તાપમાન ઊંચકાયું હતું. આમ છતાં 9.4 ડિગ્રી સિંગલ ડિજિટમાં ઠંડીનો પારો નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી હવે ઠંડીનું જોર ઘટશે. મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ત્રણ શહેરમાં સિંગલ ડિજિટ તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી કેશોદ અને પોરબંદરમાં 8.5 ડિગ્રી રહ્યું હતું. રાજકોટમાં સતત ત્રણ દિવસ સુધી સિંગલ ડિજિટમાં તાપમાન રહ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.